ગુજરાત

ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા સ્કૂલ બોર્ડના ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સજ્જતાનો મળી રહેલો લાભ

ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા સ્કૂલ બોર્ડના ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા સજ્જતાનો મળી રહેલો લાભ

 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓ , ૮૬ શિક્ષકોની મદદથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે.

મ્યુનિ. શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ શૈક્ષણિક અનેક વિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાષા સજ્જતા, STEM (Science, Technology, Engineering. Mathematics) ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા સંગીત, ચિત્ર સાહિત્ય, વકતૃત્વ, રમત ગમત ક્ષેત્રે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ મ્યુનિ. શાળાઓમાં કરાવવામાં આવે છે.

માન. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અનુક્રમે ૨૯૭ ગુજરાતી માધ્યમની અને ૫૬ અંગ્રેજી માધ્યમની એમ કુલ ૩૫૩ મ્યુનિ. શાળાઓના બાળકો અંગ્રેજી ભાષામાં નિપુણતા અને સજ્જતા કેળવી શકે તે હેતુથી ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા મ્યુનિ. શાળાના બાળકોને ઓનલાઇન એપ્લિકેશનની મદદથી અંગ્રેજી ભાષા શીખવવામાં આવી રહી છે. સૌપ્રથમ ઇંગ્લીશ ગુરુકુળ સંસ્થા દ્વારા ૫ ગુજરાતી માધ્યમ અને ૫ અંગ્રેજી માધ્યમની એમ કુલ ૧૦ મ્યુનિ. શાળાઓમાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ હતો. પાયલોટ પ્રોજેકટના પરિણામોની સમીક્ષાના આધારે માન. મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓમાં પ્રોજેકટ અમલ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. માન. કમિશનરશ્રીએ કરેલ સુચન મુજબ સ્કૂલ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારના ખચકાટ વગર આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી બોલી શકે તે જરૂરી છે. આ પ્રોજેકટ ટીચર એપ્લિકેશન અને વિદ્યાર્થી એપ્લિકેશન એમ બે ભાગમાં વહેંચાયેલો છે. શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ટીચર એપ્લિકેશનની મદદથી પ્રત્યેક અઠવાડિયે અંગ્રેજી ભાષાનો એક તાસ લેવામાં આવે છે. હાલમાં ,૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને ઇગ્લીંશ ગુરુકુળ સંસ્થાની મદદથી અંગ્રેજી શીખવવામાં આવી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓને વાર્તા આધારિત વિડિયોના માધ્યમથી અંગ્રેજી વાચન, લેખન, અંગ્રેજીમાં વાતચીત જેવી અંગ્રેજી ભાષા સજ્જતાની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇગ્લીંશ ગુરુકુળ સંસ્થા દ્વારા દક્ષિણ ભારતના કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને તેલગાંણા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની શાળાઓની મુલાકાતના અંતે કરેલ સંશોધનોના તારણો મુજબ

1. સ્કૂલ બોર્ડ દ્વારા મ્યુનિ. શાળાઓના ઇન્ફાસ્ટ્રકચરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે પાળીમાં શાળા ચલાવવાથી સરકાર દ્વારા આપવામાં આવેલી માળખાકીય સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.  
2. સંસ્થાના સર્વે મુજબ મ્યુનિ. શાળાઓમાં સફાઇ અને શિક્ષણ માટે સુયોગ્ય વાતાવરણ માટે ૮૫  %  વિદ્યાર્થી અને વાલીઓએ સંતોષ વ્યકત કર્યો હતો.
3. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી સ્કૂલ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ફયુચર કલાસની મદદથી મ્યુનિ. શાળાઓના ૯૨ %  વિદ્યાર્થીઓ ડીઝીટલ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકે છે જયારે સરકારી શાળાઓમાં રાષ્ટ્રીય સરેરાશ ૬૫ % છે.
4. જી- શાળા એપની મદદથી થતા શિક્ષણ કાર્યનું ડેટા આધારિત વિશ્લેષણ કરતા વિદ્યાર્થીઓના ઓલ ઓવર પર્ફોમન્સમાં ૧૫ % વધારો જોવા મળ્યો છે.
5. રાજય સરકાર દ્વારા કરાવામાં આવતા ગુણોત્સવ ૨.૦ અંતર્ગત છેલ્લા ૨ વર્ષમાં સી- ગ્રેડ અને ડી- ગ્રેડ ધરાવતી શાળાઓનું પ્રમાણ નહિવત છે.
6. સ્કૂલ બોર્ડ દ્વારા શાળાઓનું રેગ્યુલર મોનીટરીંગ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષણની ગુણવત્તા વગેરેની નિયમિત ચકાસણી કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં ૧૦ % અને શિક્ષણની ગુણવત્તામાં ૧૫ % નો વધારો જોવા મળ્યો છે. અન્ય રાજયમાં આ પ્રકારની મોનીટરીંગ વ્યવસ્થાનો અભાવ જણાય છે.
7. મ્યુનિ. શાળાઓના ૮૦ % વિદ્યાર્થીઓ નિયમિત પણે રોબોટિકસ લેબનો ઉપયોગ કરે છે. જેના પરિણામે ક્ષેત્રિય અને નેશનલ સાયન્સ કોમ્પીટીશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૦%નો વધારો થયો છે. જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓને ક્રિયા દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.    

આમ, બેંગલોરની સંસ્થા દ્વારા ૪ રાજયોની શાળાઓની મુલાકાતના અંતે મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં આપવામાં આવી રહેલુ શિક્ષણ માળખાકીય સુવિધાઓ , ટેકનોલોજીયુકત, ગુણવત્તાલક્ષી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના દિશા મુજબ અંગેનો રિપોર્ટ આપવામાં આવતા સ્કૂલ બોર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવી રહેલા પ્રયત્નોને અનુબોધન આપે છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગુણવત્તાલક્ષી શિક્ષણની સરાહના કરે છે અને સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહેલા ઉત્તમ પ્રયત્નોનો લાભ ૧,૭૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button