ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં અનુસુચીત જાતિ સમાજની પાણીની વિકરાળ સમસ્યા દૂર કરવા બાબત કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપાયો.

વિષય : ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં અનુસુચીત જાતિ સમાજની પાણીની વિકરાળ સમસ્યા દૂર કરવા બાબત
પ્રતિ શ્રી નાયબ કલેકટર સાહેબ શ્રી યાને પ્રાંત અધિકારી સાહેબ શ્રી તાલુકા સેવા સદન ધોળકા તાલુકા ધોળકા જિલ્લો અમદાવાદ
ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં એક વર્ષ પહેલા ચાર લાખના ખર્ચે બોર બનાવવામાં આવ્યો હતો પરંતું અનુસુચીત જાતિ ના વિસ્તારને પાણી મળતું નથી બીજી બાજુ ગ્રામ પંચાયતના હયાત બોરમાંથી અનુસુચિત જાતિ વિસ્તારમાં પાણી મળતું નથી અનુસૂચિત જાતિના પરા વિસ્તારમાં તો પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે પાણી ન મળવાથી લોકો ખૂબ દૂરથી માથે પાણી લાવવું પડી રહ્યું છે ગ્રામ પંચાયતના પાણીના ઓપરેટર જે વિસ્તારમાં લોકો પાણી માટે પૈસા આપે તે જ વિસ્તારમાં પાણી છોડી રહ્યા છે આમ પાણીનો વેપાર થાય છે જેથી ગરીબ પછાત અનુસૂચિત જાતિના લોકોને પાણી મળતું નથી આ બાબતે દિન સાતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે આપની કચેરી સામે ધરણા કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેસો.
૧ નકલ રવાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમદાવાદ
૨ જિલ્લા કલેકટર શ્રી અમદાવાદ
૩ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પાણી પુરવઠા અને ગ્રામ વિકાસ ધોળકા