ગુજરાત
વિજિલન્સ ટિમ દ્વારા રેઇડ કરતા 2 બુટલેગર સહિત 288 નંગ દારૂ બિયર ના ટીન સાથે 1 ગાડી સહિત નો મુદ્દામાલ ને જપ્ત

- DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા રાજ્ય અને જિલ્લાની એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે.આ સિવાય એલ.સી.બી. અને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીને પણ રેડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે
તેવામાં વડોદરા ના જવાહરનગર પોલીસ સ્ટેશન ની હદ માં વિજિલન્સ ટિમ દ્વારા રેઇડ કરતા 2 બુટલેગર સહિત 288 નંગ દારૂ બિયર ના ટીન સાથે 1 ગાડી સહિત નો મુદ્દામાલ ને જપ્ત કર્યો
આજ રોજ વિજિલન્સ ટીમ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન ની હદ માં આવતા જશાપુર રોડ પર બાતમી ના આધારે રેઇડ કરતા એક મારુતિ સુઝુકી SX4 ગાડી નંબર GJ06DB1011 અને 288 નંગ દારૂ બિયર ના ટીન સહિત 3,61,210/- રૂપિયા ના મુદ્દા માલ સહિત 2 આરોપી ની ધરપકડ કરી ને જવાહરનગર પોલીસ સ્ટેશન માં સોંપ્યા હતા.
જવાહરનગર પોલીસ દ્વારા આરોપી ની પૂછપરછ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી,
સાથે સાથે દારૂ વેચાન આપનાર, દારૂ અપાવનાર, તથા દારૂ લેનાર આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા હતા,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)