વડોદરા શીંધરોડ મહીસાગર નદીમાં કચરાનું અને પ્રદુષણ યથાવ્રત

મહીસાગર નદી ની સાચવણી કરવામાં માં તંત્ર ઊંઘતું ને ઊંઘતું,
મહિગસાગર નદી એક પવિત્ર નદી માં નામ ધરાવે છે,
માં મહીસાગર ના નામે લાખો ની સંખ્યા માં શ્રધ્ધાળુ દર્શન કરવા મહિસાગર નદી માં આવતા હતા, અને નદી માં સ્નાન કરીને પવિત્રતા અનુભવતા, પણ છેલ્લા કેટલાય વર્ષોથી શ્રદ્ધાળુઓ ની સંખ્યા માં અસંખ્ય ઘટાળો જોવા મળ્યો છે, તેની પાછળ નું કારણ એ છેકે છેલ્લા કેટલાય વર્ષોથી સિંધરોટ ખાતે ચેક ડેમ બનાવી દેવામાં આવ્યો હોવાથી
મહીસાગર નદી નું વહેતુ પાણી અટકી જવાથી પાણી સ્થિર થતા મહીસાગર નદી માં કચરો ફેલાયો અને સાથે સાથે શ્રધ્ધાળુ દ્વારા પણ અનેક પ્રકાર ની ચીજ વસ્તુઓ મહીસાગર નદી માં નાખવામાં આવે છે એ કારણે પણ મહીસાગર નદી નું પાણી પ્રદુષિત થયું છે,
મહીસાગર નદી માંથી વડોદરા શહેર ની 10 લાખ થી વધુ જનતા ને પીવાનું પાણી મળી રહ્યું છે,
સાથે સાથે 130 થી વધુ ગામડાઓ ને મહીસાગર નદી નું પીવાનું પાણી મળી રહે છે.
મહીસાગર નદી માં પાણી ઓછું થવાથી સિંધરોટ ચેકડેમ ની આગળ નો મહીસાગર નો પટ પણ સૂકો થઈ ગયો છે તેના કારણે પાદરા વિસ્તાર ના કેટલાય ગામડાઓ ને પીવાના પાણી ની ખુબજ મોટી સમસ્યા સર્જાય છે.
વધુ માં મહીસાગર નદી નું પાણી નું સ્તર પણ ઓછું થતા ચેકડેમ ઉપરથી થોડું વહેતુ હતું પાણી એ પણ બંધ થઈ ગયેલ હોવાથી મહીસાગર નદી માં કચરાનું અને પ્રદુષણ નું સામ્રાજ્ય સર્જાયું છે,
પર્યાવરણ બચવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ સાથે આ મુદ્દે વાત કરતા જાણવા મળ્યું કે કેટલીક કંપનીઓ અને ગ્રામ પંચાયત દ્વારા કંપની નું વેસ્ટ કેમિકલ યુક્ત પાણી અને પંચાયત ની ડ્રેનેજ લાઇન નું પાણી સીધે સીધું મહીસાગર નદી માં ભેળવી દેવામાં આવે છે, અને
જ્યારે વડોદરા ની જનતા ને પાણી માટે વલખા મારવા પડે છે, ત્યારે રિલાયન્સ કંપની દવારા કરોડો લીટર પાણી મહીસાગર નદી માંથી ફ્રેચબોરવેલ મારફતે ટેન્કરો માં ભરી બહાર ના વિસ્તાર ના ઉદ્યોગો ચલાવામાં મોકલવવામાં આવે છે જેથી મહીસાગર નદી ના પાણી નો સ્તર પણ ઓછો થયો છે,
સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ દ્વારા લાગતા વળગતા અનેક અધિકારીઓ ને ફરિયાદો કરી છે છતાં અધિકારીઓ ની ઊંઘ ઊડતી નથી, અધિકારીઓ ને મહીસાગર નદી માટે કોઈ લાગણી રહી નથી એવું દેખાઈ આવે છે, અધિકારીઓ દ્વારા મહીસાગર નદી નું અપમાન કરાઈ રહ્યું હોય એ જણાઈ આવે છે,
સિંધરોટ મહીસાગર નદી માં ગંદકી પ્રમાણ વધ્યું છે ત્યારે વારમવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ પગલા ના લેવાતા આજે સિધરોટ ના નવ યુવાનો દ્વારા મહિસાગર નદી માં સફાય કરવા માં આવી રહી છે,
સિંધરોટ ના પર્યાવરણ પ્રેમી અજીતસિંહ ગોહિલ અને મહિસાગર ગ્રૂપ દ્વારા સિંધરોટ મહી નદી ના કાંઠે ફરવા અને નદી માં નાહવા આવતા ભાવિક ભક્તો ને કચરો જ્યા ત્યા અને નદી માં ના ફેંકવા અપીલ કરવામા આવી,
સાથે સાથે આવું કામ દરેક કાંઠા વિસ્તાર ના ગામના લોકો કરે અને મહીસાગર નદી ને શુદ્ધ રાખે એવી અપીલ પણ કરવામાં આવી.
વધુ માં ગત વર્ષે આવેલા નીતી આયોગના રિપોર્ટ મુજબ, 60 કરોડ ભારતીય ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્વચ્છ પીવાનું પાણી ન મળવાથી દેશમાં દર વર્ષે 2 લાખ લોકોના મોત થાય છે.
અનુમાન છે કે 2030 સુધી દેશમાં પાણીની માંગ હાલની માંગથી બે ગણી થઈ જશે,
જો મહીસાગર નદી ને સાચવવામાં નહીં આવે તો આવનાર સમય માં પાણી માટે વડોદરા શહેર અને વડોદરાના કાંઠા વિસ્તાર ના ગામડાઓ ને પાણી માટે ફાંફા પડશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતી સર્જાતા વાર નહીં લાગે,
આગામી સમય માં મહીસાગર નદી માં સફાય જળવાઈ રહે અને મહીસાગર નદી ના પાણી નો દુરુપયોગ કરતી કંપનીઓ તથા મહીસાગર નદી માં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ એવી માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)