વડોદરા ના બાજવા ગામે 5 વર્ષ ના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય.

વડોદરા ના બાજવા ગામે 5 વર્ષ ના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય.
બાજવા વિસ્તાર માં રહેતા 21 વર્ષીય પરપ્રાંતીય યુવકે 5 વર્ષ માસૂમ ના બાળક ને અગાશી પર લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચર્યું હતું,
માહિતી પ્રમાણે મૂળ બિહારના દક્ષિણ બનઘટીયાનામાં રહેતો 21 વર્ષીય ચમન બ્રિજકિશોર છેલ્લા કેટલાય વર્ષથી વડોદરામાં ફોઈ ના ઘરે રહે છે , અને ત્રણ વર્ષથી રિફાઇનરીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે,
બાજવાની એક સોસાયટીમાં રહેતો ચમન બ્રિજકિશોર તેની નજીકમાં રહેતા પરિવાર સાથે સારા સબંધ હતા,
અને આ પરિવાર નો પાંચ વર્ષ નો માસૂમ પુત્ર ચમન ને કાકા કહીને બોલાવતો હતો,
ચમન આ બાળક ને કેટલીક વાર રમવા માટે લઈ જતો હતો.
ગત છઠ્ઠી તારીખે પાંચ વર્ષનો માસૂમ બાળક અગાશી પર રમવા ગયો હતો એ દરમિયાન આ આરોપી ચમન પણ તેની પાછળ આગાશી પર ગયો હતો,
કામાંધ બનેલા ચમને આ 5 વર્ષ ના માસૂમ બાળક સાથે આ દરમિયાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું,
રાત્રે બાળક ને ગુદાભાગે દુખાવો ઉપડતા બાળકે પોતાની માતાએ આ અંગે જાણ કરી હતી બાળકે માતા ને જણાવ્યું હતું કે બાજુમાં રહેતા કાકા એ મારી સાથે ગંદુ કામ કર્યું છે,
જેથી બાળક ની માતાએ ચમન બ્રિજકિશોર વિરુદ્ધ જવાહરનગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ ભાવેશ સિંગરખીયા દ્વારા પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો, આ કેશ ની તપાસ કરતા એસપી બી.એ ચૌધરીએ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી.
અને બનાવ સમયે પહેરેલા કપડાં કબજે લીધા હતા,
સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય આચરનાર આરોપી યુવક ને અદાલત સમક્ષ રજુ કરાતા તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)