ગુજરાત

વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટલમાં ૭ શ્રમિકોના કરુણ મોત થયા છે,

વડોદરાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલી દર્શન હોટલમાં ૭  શ્રમિકોના કરુણ મોત થયા છે, ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શ્રમિકોનમા મોતના મુદ્દે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.
સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા પિતા-પુત્ર સહિત ૭ મજૂરોના ગંભીર ગેસ ના કારણે કરુણ મોત નીપજ્યાં હતા. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં છે એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડના લાશ્કરોએ 6 કલાકની ભારે જહેમતબાદ મૃતદેહ બહાર કાઢ્યા હતા.આ મૃતદેહ દોરડા બાંધી ને બહાર કાઢ્યા હતા.

અહી ઉલ્લેખનીય છે કે ખાળકૂવાની સફાઇ કરતા ૭ મજૂરો ડૂબી જતા હોટલ માલિક હસન અબ્બાસે તેઓના બચાવ માટે પ્રયાસ કરવાને બદલે પોતાની હોટલ બંધ કરીને ક્યાંક ફરાર થઇ ગયો હતો.જેના કારણે મોતને ભેટેલા થુવાવી ગામના લોકોમાં હોટલના માલિક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. થુવાવી ગામના લોકોને આ બનાવની જાણ થતાં હોટલ ઉપર ધસી આવ્યા હતા. અને હોટલ માલિક સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો , તમને જણાવી દઈએ કે આ મામલે હોટલના માલિક સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૪ હેઠળ ફરિયાદ નોધાઇ છે.સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર રાતે સાડા બાર વાગ્યાની આસપાસ હોટલ બંધ થયા પછી ખાળકુવાની સફાઈ માટે એક શ્રમિક અંદર ઉતર્યો હતો. બાદમાં તે કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો, આ શ્રમિકને બચાવવા માટે અન્ય શ્રમિકો પણ ખાળકુવામાં અંદર ઉતર્યા હતા પરંતુ ઝેરી ગેસના કારણે તેઓનું પણ મોત થયું, ખાળકુવામાં ઝેરી ગેસના કારણે ગૂંગળાવાથી તેઓનાં મોત થયા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડભોઈ ફાયર વિભાગે છ કલાકની ભારે જહેમત બાદ શ્રમિકોનાં મૃતદેહ અંદર થી બહાર કાઢ્યા હતા. ત્યારે હવે પોલીસે ફરિયાદ લઈને વધુ કાર્યવાહી હાથધરી છે.

વધુ માં સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ હોટલની સામે રહેતા એક યુવકે કુવા મામલે ફરિયાદ કરી હતી. આ ખાળકુવો ગેરકાયદે હોવાની અને એમાંથી દુર્ગંધ મારતી હોવાની સ્થાનિકોએ મળીને સીએમ રૂપાણીને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. સાથે જ સ્થાનિકોએ વડોદરા કલેકટર અને નાયબ કલેકટરને પણ આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અને તંત્રની નિષ્ક્રીય કામગીરીના કારણે ૭ લોકોનો ભોગ લેવાયો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button