નંદેશરી પાનોલી ઇન્ટરમિડિયેટ કંપની ના એક યુનિટ માં 3 કર્મચારીઓ દાજયા,

નંદેશરી પાનોલી ઇન્ટરમિડિયેટ કંપની ના એક યુનિટ માં
3 કર્મચારીઓ દાજયા,
વડોદરા નંદેશરી GIDC ની પાનોલી કંપની ના એક યુનિટ ના પ્લાન્ટ માં 3 કર્મચારીઓ ઉપર કેમિકલ પડ્યું,
નંદેશરી GIDC માં પનોલી માં 3 કર્મચારીઓ ઉપર આજરોજ સલામતી ના અભાવે કેમિકલ પડ્યું તેથી કર્મચારીઓ ગંભીર રીતે દાજયા,
ભૂતકાળ માં પણ અવારનવાર નંદેશરી GIDC ની પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં સલામતી ના અભાવે આવા કેટલાય અકસ્માત સર્જાય છે,
માહિતી પ્રમાણે કંપની માં કેમિકલ એસિડ પડતા આખી ઘટના ને ઢાંકી દેવા માટે દાઝેલા કર્મચારીઓ ને હોસ્પિટલ લઈ જવાના બદલે કંપની માં ત્યાં ને ત્યાં બેસાડી રાખ્યા હતા 30 થી 45 મિનિટ બેસાડ્યા પછી વધુ દાઝેલા હોવાથી એમ્બ્યુલન્સ માં લઇ જવાને બદલે પ્રાઇવેટ ગાડી માં નંદેશરી લોકલ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોકટરે તપાસ કરતા હાલત ગંભીર જણાવતાં, છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ માં દાઝેલા કર્મચારી ને લઈ ગયેલ,
પાનોલી ઇન્ટરમીડિયેટ નંદેશરી માં સૌથી મોટી કંપનીઓ માં નામ ધરાવે છે પરંતુ સલામતી અને એમ્બ્યુલન્સ નો આજે અભાવ જણાઈ આવ્યો,
સવાલ એ ઉભો થાય કે કંપની પાસે એમ્બ્યુલન્સ છે ખરી?
કંપની પાસે સલામતી ના સાધનો છે ખરા?
માહિતી પ્રમાણે કર્મચારીઓ પનોલી ન ગંધાર યુનિય માં કામ કરી રહ્યા હતા તે સમયએ સલામતી ના અભાવે એસિડ ની ટેન્ક ફાટતા એસિડ સિધુ ત્રણ કર્મચારીઓ ઉપર પડ્યું હતું તેનાથી કર્મચારી ગંભીર રીતે દાજયા,
જયારે જયારે આવી ઘટના બને ત્યારે નંદેશરી માં કોઈ સુવિધા થી સજ્જ હોસ્પિટલ ના હોવાના કારણે છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ કે બીજી અન્ય હોસ્પિટલ માં દર્દી કર્મચારી ને લઈ જવામાં આવે છે
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)