મહીસાગર નદી ફાજલપુર ખાતે સ્મશાન ની અછત

મહીસાગર નદી ફાજલપુર ખાતે સ્મશાન ની જરૂર.X
મહીસાગર નદી કિનારે આજુ બાજુના ના કેટલાય ગામડાના લોકો મૃતદેહ ને સળગાવવા માટે લઈને આવે છે,
પરંતુ ઘણા લોકો દ્વાર અર્ધમૃત દેહો સળગાવી ને છોડી જતા રહેવાના લીધે પણ મહીસાગર નદી પ્રદુષિત બની રહી છે.
અગાઉ પણ ભુતકાળમાં ફાજલપુર ના લોકો ધ્વારા જાનવા મળેલ કે કેટલાય લોકો જે લોકોની પાર્થિવ શરીર (ડેથ બોડીને)મહીસાગર નદી કિનારે સળગાવા લાવે છે ,
તો ક્યારેય ઉતાવળ માં મુર્ત દેહને સળગાવ્યો ન સળગાવ્યો તેવી હાલતમાં છોડીને જતા રહે છે જેના લિધે આજુબાજુના ગામડાઓ માં કેટલીક વખત કુતરાઓ મૃતદેહ ના કેટલાક અંગ જેવા હાથ પગ ખેચીને આજુ બાજુ ના ગામ માં લંઈ આવેછે.
જેથી આ એક માનવતાના નામે કલંક છે, ચોક્કસ કહેવાય માનવતા મરી પરવારી છે તેવું કહી શકાય.
આજુ બાજુ ના ગામ માં કોઈ મૃત્યુ પામે તો તેની અંતિમ વિધિ માટે મહીસાગર નદી કિનારે લઇ જઇ ત્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવે છે પરંતુ વરસાદ ની ઋતુ માં ખૂબ જ મોટી સમસ્યા નો સામનો ગ્રામજનો ને કરવો પડે છે,
વરસાદ ની ઋતુ માં ખુલ્લા માં મૃતદેહ ને સળગાવવો ખૂબ જ મુશ્કેલી બને છે,
અહીંયા પચીસ થી ત્રીસ ગામડાના લોકો મરેલા મળદા સળગાવા આવે છે,
અહીયા સામુહિક સ્મશાન બનાવવાની જરુર છે,
જો અહીંયા સ્મશાન નહીં બનાવવામાં તો ભવિસ્ય માં કોઈ મોટી સમસ્યા સર્જાશે,
બીજુ કે આ વિસ્તારમાં મહીસાગર નદીનું અસ્તિત્વ બચાવવું હોય તો અમદાવાદ સાબરમતી નદી જેવો રીવરફંટ બનાવવાની ખાશ જરુર છે.
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ દ્વારા મહીસાગર નદી ની આજુબાજુના કેટલાય ગામડાઓ ના લોકો ને સ્મશાન બનાવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે,
તો આ નદી સહારે કેટલાય લોકોને રોજી રોટી મળી સકે તેમ છે.
વધુ માં આ નદી માં પાણી પણ પ્રદુષિત થયું છે જેના કારણે રોગ ચાળો ફાટી નીકળે તેમ છે, તો તંત્ર દ્વારા મહીસાગર નદી ની સાફ સફાઈ કરાવવી પણ જરૂરી બને છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)