નંદેસરી સરકારી પ્રાથમિક શાળા ની હાલત જર્જરિત, બાળકો નું ભવિસ્ય જોખમમાં

નંદેસરી સરકારી પ્રાથમિક શાળા ની હાલત જર્જરિત,
બાળકો નું ભવિસ્ય જર્જરિત
નંદેશરી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી 8 ના વર્ગો ચાલે છે. પરંતુ વર્ષજૂની આ ઇમારતના વર્ગ ખંડ જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે કકડભૂસ થવાની સંભાવના છે વર્ગ ખંડ ના કેટલાક ભાગો માં લાકડા ના ટેકા મૂકી ને સપોર્ટ આપવામાં આવ્યો છે, શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ છે.
નંદેશરી GIDC માં અનેક ઉદ્યોગો આવેલા પરંતુ આ શાળા માટે કોઈ ઉદ્યોગ મદદરૂપ થવા તૈયાર નથી તેવું દેખાઈ આવે છે,
ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વર્ગખંડની છત પરથી પોપડા ખરી રહ્યા છે અને ઓરડાની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. જેને લઈ ચોમાસાની ઋતુમાં આ જર્જરીત શાળામાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વરસાદ ની ઋતુ માં 4 મહિના શાળા ના ઓરડા માં બાળકો ને બેસવા માં ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે,
વરસાદ નું પાણી સિધુ શાળા ના ઓરડા માં પડે છે તેના લીધે ઓરડા માં પાણી ભરાઈ જાય છે,
જર્જરિત ઓરડાને કારણે ગમે ત્યારે અનિચ્છનીય ઘટના બને તેમ છે. તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર અને શિક્ષણ વિભાગને પણ શાળા ના આચાર્ય દ્વારા જાણ કરવામાં આવેલ છે .
અહીંયા ગુરુજીઓ બાળકોને ભણતરની સાથે ઘડતર કરી રહ્યા છે પરંતુ શાળાના વર્ગખંડો ખંડેર હાલતમાં હોવાથી તેમજ છત પરથી પોપડા પડતા હોય જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ શહેર ના છેવાડાના વિસ્તારોમાં પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે.
એકબાજુ સરકાર સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી જાહેરાતો કરે છે. તો બીજી બાજુ નંદેશરી શાળા ના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહયા છે. તો સર્વ શિક્ષા અભિયાનની વાતો કયારે સાર્થક થશે તેવો સવાલ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રિપોર્ટર
ધર્મપાલ ગોહિલ