વડોદરા માં ઓવર સ્પીડ માં વાહન હાંકતા વાહનચાલકોને હવે થશે 400 રૂપિયા દંડ

વડોદરા માં ઓવર સ્પીડ માં વાહન હાંકતા વાહનચાલકોને હવે થશે 400 રૂપિયા દંડ
સ્માર્ટ સિટી અંર્તગત શહેરમાં વાહન ચાલકોને હેલમેટ ફરજીયાત પહેરવાની સાથે હવે ગતિ મર્યાદાનુ પણ એટલું ધ્યાન રાખવું પડશે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા વાહનોની સ્પીડ લિમીટ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં શહેરના તમામ રાજમાર્ગો તથા ગીચ વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા બાંધવામાં આવી છે. ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન હંકારનાર ચાલકો પર સ્પિડ ગન દ્વારા નજર રાખી દંડની કાર્યવાહી કરવામાં આવશે. તદઉપરાંત શહેરમાં ફરતા હેવી વ્હીકલસ માટે 30 કિ.મીની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.
શહેરમાં મોટા ભાગના પહોંળા રસ્તાઓ ઉપર કેટલાક વાહન ચાલકો પોતાનુ વાહન પુર ઝડપે ચલાવી પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકે છે. તેવી ઘટનાઓને અટકાવવા અને ભય વગર લોકો વાહન ચલાવા શકે તે માટે ગતિમર્યાદા નક્કરી કરી દેવામાં આવે છે. શહેરમાં નિચે દર્શાવેલ રસ્તાઓ ઉપર વાહન ચાલકો હવેથી 40 કિ.મી સુધીની ઝડપે જ પોતાનુ વાહન ચલાવી શકશે. પોલીસ કમિશનરના ગતિમર્યાદા જાહેરનામાના અંગે સ્પિડ ગનના માધ્યમથી વાહન ચાલકો પર નજર રાખવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે-ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી આધારે શહેરના આ રસ્તાઓ ઉપર હવે પછી 40 કિ.મીથી વધુને સ્પિડે વાહન નહીં ચલાવી શકાય
કાલાઘોડાથી સ્ટેશન-ગોત્રી રોડ
જેતલપુર રોડ – અકોટા રોડ – ગોત્રી રોડ
કારેલીબાગ રોડ
છાણી જકાતનાકાથી નિઝાપુરા
ફતેગંજ સર્કલ
કાલાઘોડાથી જેલ રોડ
ઇન્દીરા એવન્યૂ માર્ગથી લાલબાગ બ્રીજ સુધી
કયા વાહનો માટે કેટલી સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવી
હેવી વ્હીક્લસ ની સ્પિડ લિમીટ – 30 કિ.મી
મીડીયમ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી
લાઇટ વ્હીક્લસની સ્પિડ લિમીટ – 40 કિ.મી
સ્કુટર/ મોટર સાયકલ (બાઇક)ની સ્પિડ લિમીટ – 40 કિ.મી
તેમજ ફાજલપુર બ્રીજ પરથી જી.એસ.એફ.સી થઇ જામ્બુવા બાયપાસ સુધીના નંશનલ હાઇવે નં-852 પર તમામ પ્રકારના વાહનો માટે – 50 કિ.મી
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)