જવાહરનગર પોલીસ ના સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે 3 બુટલેગર ને ઝડપી પાડ્યા

વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહેલૌત તથા
સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી અને ઝોન-1 ના નાયબ પોલીસ કમિશ્નર શ્રી દિપકકુમાર મેઘાણી સાહેબની દારૂ વેચનાર પર કડક કાર્યવાહી કરવાની સૂચના મુજબ
જવાહનર નગર પોલીસ દ્વારા 3 બુટલેગર ને પકડી લેવામાં આવ્યા છે,
જવાહરનગર પોલીસ ના સ્ટાફ ને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી ના આધારે કોયલી ગુરુકૃપા સોસાયટી માં રહેતો ચીરાગ રાજપૂત અને હાર્દિક પંચાલ આ બંને પોતાની હોન્ડા પેશન પ્લસ જેનો નમ્બર GJ 06 CG 5679 મોટર સાઇકલ લઈને મોટર સાઇકલ ઉપર 2 બિયર ની પેટીઓ લઈને કોયલી ગામ થી ઉંડેરા ગામ તરફ જતા હતા ત્યાં પોલીસ ને મળેલ બાતમી ના આધારે વોચ ગોઠવી બંને આરોપીઓ ને બિયર ના ટીન 48 નંગ સાથે ઝડપી પાડ્યા હતા.
આરોપી ની વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ કે વધુ અન્ય બિયર નો જથ્થો કોયલી ગામ ગુરુકૃપા સોસાયટી માં આવેલ એક મકાન માં છુપાવેલ છે, ત્યાં પોલીસ દ્વારા રેઇડ કરતા 264 નંગ બિયર ના ટીન સાથે એક આરોપી કમલેશ સોલંકી ની ધરપકડ કરવામાં આવી.
પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ કે દારુ ની હેરા ફેરી માટે ઇનોવા ગાડી નંબર GJ 18 AB 4063 નો ઉપયોગ કરેલ અને આ બિયર દારૂ નો જથ્થો આપનાર ઈસમ ખોખરા ગામ દેવગઢ બારીયા નો વતની નામે બારીયાભાઈ ને વોન્ટેડ જાહેર કરેલ,
પોલીસ દ્વારા ટોટલ 69,200/- રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ નો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)