ગુજરાત

રણોલી ગામના જવાહરવગર પોલીસ સ્ટેશન સામેના બ્રીજ નીચે કેમિકલ સ્લઝ કોઈ કંપની દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે.

ચોમાસુ આવે એટલે પ્રદુષણ ઓકતી કંપનીઓને ઘી કેળા..

જ્યારે જ્યારે ચોમાસુ આવે છે એટલે નંદેસરી હોય કે રણોલી કે પછી ગામડાની ગૌચર જમીનો હોય,
કેટલાય બેફામ બનેલા કેમિકલ ઉદ્યોગો દ્વારા કેમિકલ વેસ્ટ કચરા ને ગૌચર જમીનો માં ઠાલવી દેવામાં આવે છે ,
અવારનવાર કેટલાય બનાવો પ્રકાશિત માં આવ્યા છે તેવામાં
રણોલી ગામના જવાહરવગર પોલીસ સ્ટેશન સામેના બ્રીજ નીચે કેમિકલ સ્લઝ કોઈ કંપની દ્વારા ઠાલવી દેવામાં આવ્યો છે.
આ કેમિકલ કચરાના ઢગલા નંદેસરી જીઆઇડીસી ના હોય શકે તેવુ લાગી રહ્યુ છે?
વધુમાં
નંદેસરી જીઆઇડીસી માં જે ETP પ્લાન્ટ આવેલ છે તેમાં પણ કેટલાય પ્રકારના વહીવટો ચાલી રહ્યા છે તે સમજની બહાર છે !
નંદેશરી માં જે સોલીડ વેસ્ટ કચરા માટે જે ડંમ્પ બનાવેલ છે તેની લિમિટ બહાર સોલીડ વેસ્ટ ના ઢગલા થંઈ રહ્યા છે.

જ્યારે વરસાદી રુતુ આવે છે ત્યારે તે ઢગલા માંથી કેમિકલ પ્રવાહી રુપે પાણી સીધું મિની નદી માંથી મહીસાગર નદી માં ભળી રહ્યું છે,
જેથી મહીસાગર નદી પણ દુષિત થંઈ રહી છે અને ભુગર્ભ જળ પણ ખરાબ વધારે થંઈ રહ્યા છે.

આવિ સમસ્યા ગયા ચોમાસા ની ઋતુ માં પણ જોવા મળ્યા હતા ,
અને તે સમયે જીપીસીબીના અધિકારીઓ અને નંદેશરી એસોસિયેશન દ્વારા જાણવા મળેલ કેમિકલ વેસ્ટ ઘણ કચરા ને સિમેન્ટ કંપનીઓ બળતર રુપે ઉપિયોગ કરવાની છે અને આ ડંમ્પ કચરા ને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવસે પરંતુ એવુ થયુ નથી?

આજ રોજ નંદેશરી GIDC માં કેમિકલ વેસ્ટ કચરા માંથી કેમિકલ યુક્ત પાણી મીની નદી માં જઈ રહ્યું હતું, વધુ માં રણોલી જવાહરનગર પોલીસ સ્ટેશન ની સામે બ્રિજ નીચે કોઈ બેફામ બનેલ કંપની દ્વારા કેમિકલ વેસ્ટ સ્લજ થાલોવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના ની જાણ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા ને તથા તેઓએ તાત્કાલીક ધોરણે GPCB વડોદરા માં ફરિયાદ કરતા, GBCB ની ટિમ દ્વારા જ્યાં કેમિકલ વેસ્ટ કચરો નાખવામાં આવેલ એ જગ્યા ની મુલાકાત લઈ સેમ્પલ લઈ કઇ કંપની નો વેસ્ટ સ્લજ છે તે તપાસ હાથ ધરી.

રિપોર્ટર.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button