નંદેશરી GIDC માં ઘેરકાયદેશર કચરો સળગાવવાથી પ્રદુષણ સર્જાયું,

નંદેશરી GIDC માં ઘેરકાયદેશર કચરો સળગાવવાથી પ્રદુષણ સર્જાયું,
નંદેશરી GIDC મા આવેલ એન્જીનયરીગ જોન માં પ્લોટ નંબર 212/B અને 212/C મા ઉધોગપતિઓ એમનો વેસ્ટ કચરો નાખી ને સળગવા માં આવી રહ્યો છે.
જેથી તેની આજુ બાજુ ના ગામડાઓ માં તેનો ધુમાડો અસર કરી રહ્યો છે.
જેનાથી ગામ લોકોને આંખોમાં બળતરા થાય છે.અને ખાંસી સાથે ગભરામણ પણ થાય છે તેવુ ત્યાંના સ્થાનિક લોકોનુ કહેવુ છે.
નંદેસરી જીઆઈડીસી માં ગણીબધી ગેરપ્રવૃતિઓ ચાલી રહે છે, પરંતુ નંદેસરી એસોસિયેશન ની રહેમ નજરથી અનેક સમસ્યાઓ ઉપર ડાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
નંદેસરી જીઆઈડીસી ની આજુબાજુના મોટા ભાગના ગામડાઓ પ્રદુષણ નો માર જીલી રહ્યા છે.
દરોજ અનેક પર્યાવરણ ને નુકસાન કરતી પ્રવૃતિઓ વડોદરા જીલ્લા માં જોર પકડી રહી છે.
છાસવારે કેમિકલ વેસ્ટ પાણી,ધુમાડા,ગેસ,કચરાના લિધે લાખો લોકનુ સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યુ છે.જેની કાળજી લેવા નંદેશરી એસોસિયેશન કે જીપીસીબી બોર્ડ તદ્દન નિષ્ફળ રહ્યુ છે.
આજની સમસ્યા ને ધ્યાનમાં લંઈ જીપીસીબી ના અધિકારી નિરજ શાહને ફોન ઉપર પર્યાવરણ પ્રેમી દ્વારા ફરીયાદ કરવામાં આવી છે.
હવે લોકોની સ્વાસ્થ્ય ભગવાન ભરોસે ચાલે છે.
વધુ માં મળતી માહિતી આધારે ઘટના ને દબાવવા માટે વડોદરા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના અધિકારી નીરજ શાહ એ નંદેશરી ના કોઈ વ્યક્તિ ને ફોન કરી તત્કાલિફ્ટ ફાયર ફાઇટર દ્વારા કચરા પર પાણી નખાવ્યું,
અવારનવાર આવા સેટિંગ થાય છે એ પણ તપાસ નો વિષય બન્યો છે,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)