હનીટ્રેપ ગોઠવી તોડ પાડતી પત્રકાર ટોળકી ઝડપાઇ

વડોદરા બ્રેકિંગ
હનીટ્રેપ ગોઠવી તોડ પાડતી પત્રકાર ટોળકી ઝડપાઇ
નકલી પોલીસની ધમકી “ SOGનો PSI ચુડાસમા છું, 1.20 લાખ આપ નહીં તો કેસમાં ફીટ કરી દઇશ”વાસણા-ભાયલી રોડના નિલાંબર સર્કલ પાસે એક્ટિવા પર જઇ રહેલા આધેડને પોલીસના સ્વાંગમાં આવેલા ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. ચાર પૈકીના એક શખ્સે પોતે એસઓજીનો પીએસઆઇ ચુડાસમાં હોવાનુ જણાવતા એક શખ્સે આધેડના ખિસ્સામાંથી રૂ. 20 હજાર કાઢી લીધા હતા. તથા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 1 લાખની માગણી કરી હતી. આ મામલ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આધેડે ફરીયાદ નોંધાવતા, ગણત્રીના કલાકોમાં પોલીસે ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ વી.આર ખેરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વાસણા-ભાયલી રોડ પરના અક્ષર ઉપવનમાં રહેતા 63 વર્ષીય કિરણભાઇ ગઢવી સોમવારે ઇનોક્સ નજીક બાટાના શોરૂમમાં લીફટમેનની નોકરીના ઇનટરવ્યૂ માટે ગયાં હતા. દરમિયાન રોડની સામે તરફ રિક્ષામાં બેસેલી એક યુવતિએ કિરણભાઇને ઇશારો કરતા તેઓ મદદ માટે પહોંચ્યાં હતા. જ્યાં યુવતિએ મને રૂપિયાની જરૂરી છે અને આજે કોઇ ગ્રાહક મળ્યો નથી તેમ કહેતા આધેડે તેને પોતાની એક્ટિવા પર બેસાડી લીધી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવતિ અને આધેડ વાસણા ભાયલી રોડના નિલાંબર સર્કલ નજીક પહોંચતા કાર ચાલકે એક્ટિવાને અટકાવી હતી. કારમાં આવેલા ચાર શખ્સોએ આધેડનુ અપહરણ કરી લીધું હતુ. આધેડનુ કારમાં અપહરણ કરી ચાર પૈકીના એક શખ્સે પોતે એસઓજીનો પીએસઆઇ ચુડાસમા હોવાનુ જણાવ્યું હતું, દરમિયાન અન્ય એક શખ્સે આધેડના પેન્ટના ખીસ્સામાંથી રૂ. 20 હજાર કાઢી લીધા હતા. અને બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી રૂ. 1 લાખની માગણી કરી હતી. જેથી વધુ રૂપિયા લાવવા માટે આધેડે પુત્રને ફોન કરી હેવમોર સર્કલ બોલાવ્યો હતો. ઠગબાજ ટોળકી આધેડને અઢી કલાક સુધી શહેરમાં જૂદા જૂદા સ્થળે ફેરવી હેવમોર સર્કલ છોડી ફરાર થઇ ગઇ હતી.
તેમણે ઉમેર્યું કે, આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે કિરણભાઇએ ફરીયાદ નોંધાવતા પીસીબી અને ગોત્રી પોલીસે સંક્યુત ઓપરેશન હાથ ધરી ગણત્રીના કલાકોમાં ઠગબાજ ટોળકીને પોકેટ કોપ મોબાઇલ એપ અને સીસીટીવીના આધારે યુવતિ સહીત પાંચને ઝડપી પાડ્યાં હતા. કારમાં સવાર ચાર શખ્સો પૈકીના 3 ખાનગી ન્યૂઝ ચેનલના કર્મચારીઓ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું.અમુલ રમેશભાઇ શિર્કે (રહે. ફતેપુરા નવભારત વિદ્યાલય પાસે)
એરિક વિરાફખાન સાહેબ (પારસી) (રહે. ખાનસાહેબ એપાર્ટમેન્ટ, આજવા રોડ)
વિજય રાજુભાઇ ઠાકોર (રહે. મહાદેવ ચોક કિશનવાડી)
સલીમ સીદ્ધીકભાઇ શેખ (રહે. એકતાનગર આજવા રોડ)
વૃત્તીબેન સંજયભાઇ રાજપૂત (અપ્સરા ટોકીઝ સામે પ્રતાપનગર)
ઉપરોક્ત દરશાવેલા ટોળકીના પાંચ સભ્યો પૈકીનો અમુલ શિર્કે ખાનગી ન્યૂઝ ચેનલનો તંત્રી અને એરિક સાહેબ તથા વિજય ઠાકોર સુદર્શન ન્યૂઝ ચેનલના કર્મચારી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.