ગુજરાત

સિઝનનો અડધો વરસાદ એક જ દિવસે પડી ગયો વડોદરામાં વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો

સિઝનનો અડધો વરસાદ એક જ દિવસે પડી ગયો
વડોદરામાં વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો

વડોદરા શહેરમાં બુધવારે માત્ર 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. બાજવામાં દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે. જ્યારે વીજકરંટથી અને અન્ય એક ઘટનામાં 2 મોત થતાં વરસાદે અત્યાર સુધીમાં 6 વ્યક્તિનો ભોગ લીધો છે. ગુરૂવારે વડોદરાની શાળા-કોલેજ, કોર્ટ બંધ રહેશે. ટ્રેન અને હવાઈ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે.વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ ગઈ કાલે 31 જુલાય બુધવારે વધુ એક વખત 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

350 લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા
વડોદરા શહેરમાં 16 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી જળબંબાકાર બની ગયું હતું. બીજી તરફ આજવા જળાશયની સપાટી મોડી રાત્રે 211.20 ફુટે પહોંચતાં તેમાંથી પાણી છોડવામાં આવતાં ગુરૂવારે સવારે શહેરમાં પુરની સ્થિતિ સર્જાય તેવી તેવી સંભાવના ઉભી થવા પામી છે. બીજી તરફ વિશ્વામિત્રીની સપાટી રાત્રે 28.50 ફુટે પહોંચતાં નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધીમાં 350 લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા હતા.
માહિતી પ્રમાણે બાજવા માં દીવાલ ધરાશઇ થતાં ચાર લોકોના મોત થયા,
@
મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાજમાર્ગો પર તેમજ લોકોના ઘરોમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાયા હતા. બાજવા ખાતે એક મકાનની દિવાલ ધરાશઇ થતાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે એક મહીલાને ગંભીર ઇંજા પહોંચી હતી. તો વડસર બ્રિજ નીચે કરંટ લાગવાના કારણે એક 17 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું અને ગોરવા વિસ્તારમાં ગટરમાં પડી જવાના કારણે પણ એકનું મોત નિપજ્યું હતું.

ખાસ કરીને સાંજના સમયે ઓફિસથી હજારોની સંખ્યામાં લોકો ઘરે જવા નિકળ્યા તે સમયે મોટાભાગના રોડ પર વરસાદી પાણી ફરી વળતા હજારો લોકો ફસાઇ ગયા હતા અને તમામ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત્રે શહેરમાં સ્થિતિ ગંભીર બની હતી,

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં વડોદરા શહેરમાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકાર સર્જાયો હતો અને ત્યાર બાદ બુધવારે વધુ એક વખત 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જીવન અસ્તવ્યત થઇ ગયું હતું.

શહેરના 90 ટકા નાગરીકોને હાલાકી ભોગવવી પડી
આજે ભારે વરસાદના કારણે ચાર દરવાજા, સુભાનપુરા, ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, રાવપુરા, વાસણારોડ, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર, કારેલીબાગ, વાઘોડીયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે શહેરના 90 ટકા નાગરીકોને આજે હાલાકી ભોગવવી પડી હતી. કલેકટરે લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને કોઇ રસ્તા પર પાણીનો ભરાવો લાગે તો પસાર નહીં થવા અપીલ કરી છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી ચોવીસ કલાકમાં હજી ભારે વરસાદની આગાહી

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વડોદરા

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button