ગુજરાત

જાણો વડોદરા ની વરસાદી સ્થિતિ, મુશળધાર વરસાદ માં વડોદરા બેટ માં ફેરવાયું,

જાણો વડોદરા ની વરસાદી સ્થિતિ, મુશળધાર વરસાદ માં વડોદરા બેટ માં ફેરવાયું,

અનેક લોકો ફસાયા , રોજિંદી જરૂરિયાત ચીજ વસ્તુઓ થી અનેક લોકો વંચીત,

વડોદરા માં NDRF,આર્મી, ફાયર, અને પોલીસ દ્વારા ફસાયેલા લોકો ને બચાવવા ની કામગીરી ચાલુ,

બચાવ ટીમ દ્વારા વરસાદ વધુ થાય તો હેલિકોપ્ટર ની મદદ લેવા ની તૈયાર.

વિશ્વામિત્રી માં પાણી ની જળ સપાટી ભયંકર અનેક જગ્યા એ રહેઠાણ વિસ્તાર માં મગર દેખાય

આશરે 3 થી વધુ મગર રેસ્ક્યુ કરાય

પોલીસ કર્મીઓ અને કેટલીય સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તો જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI અને તેઓની ટીમ દ્વારા ટ્રેકટર મારફતે ફસાયેલા લોકો સુધી જમવાની અને પાણી માં ફસાયેલા લોકો ને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી,

વડોદરા ના સમાં વિસ્તાર માં સૌથી વધુ વરસાદ ની અસર દેખાઈ આવી છે,

ગોરવા ની નર્મદા કેનાલ માં ગાબડું પડ્યું પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો,

ઉન્ડેરા ગામ ના પાણી ના તળાવ નો નિકાલ કરતી મોટર બગડેલી હાલત માં,
તળાવ ઓવર ફ્લો થવાથી પાણી સોસાયટી માં પ્રવેસ્યું સ્થાનિકો મુશ્કેલી માં,
ઉન્ડેરા થી કોયલી જતો રોડ બંધ.

અનેક જગ્યા એ વૃક્ષ ધરસાય કેટલાય વાહનો વૃક્ષ નીચે દટાયા, તો અસંખ્ય વાહનો પાણી માં ડૂબ્યા,

વડોદરા ના અતિભારે વરસાદ પગલે રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી એ નિવેદન આપ્યું,

વડોદરા ના 292 વીજ ફીડર માંથી 48 વીજ ફીડર ને સંપૂર્ણ બંધ કરી દેવાયા છે.
અનેક વિસ્તાર માં વીજ પુરવઠો બંધ છે.

કેટલાક વિસ્તાર માં વીજ કરંટ લાગવાના બનાવો સામે આવ્યા,

દામોદર દાસ જ્વેલર્સ ના માલિક મહેશભાઈ ચોકસી નું વીજ કરંટ લાગવાથી મોત,

માંજલપુર માં એક ગાય ને કરંટ લાગવાથી મોત.

વડોદરા ના પૂર્વ મ્યુનશીપાલ કમિશનર નું પરીવાર પણ પાણી માં ફસાયુ,
આ પરિવાર ને ફાયર ની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડાયું,

પરીસ્થિતિઓ નો ફાયદો ઉઠાવી વડોદરા માં નફાખોરો સક્રિય થયા, અનેક જગ્યા એ 2 થી 3 ઘણા ભાવ લઈ જીવન જરૂરિયાત વસ્તુઓ વેચાઈ રહી છે,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button