નંદેસરી GIDC માં આવેલ GSP CROP કંપની મોત ના કુવા સમાન,
નંદેસરી GIDC માં આવેલ GSP CROP SCIENCE PVT LTD કંપની મોત ના કુવા સમાન,
વરસાદ ની ઋતુ નંદેસરી GIDC માટે ઘી કેળા સમાન.
વરસાદ ચાલુ થતા ની સાથે જ નંદેસરી GIDC ના કેટલીય કંપનીઓ ના સત્તાધીશો દ્વારા કેમિકલ યુક્ત પાણી અને ઝેરી ગેસ છોડવાનું ચાલુ કરી દેવામાં આવે છે,
ગત રોજ સાંજ ના સમયે નંદેસરી જી,આઇ,ડી,સી માં આવેલ GSP CROP SCIENCE PVT,LTD કંપની ના પ્લાન્ટ માંથી મોટા પ્રમાણ માં પીડા રંગ નો ઝેરી ગેસ નીકળતા વાતાવરણ પ્રદુષિત થયું હતું, ગેસ નીકળવાના પીડા કલર ના ગોટે ગોટા જોવા મળ્યા હતા,
સ્થાનિકો માં ભય નો માહોલ પણ જોવા મળ્યો હતો,
માહિતી પ્રમાણે લોકો ની આખો માં બળતરા થયા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી,
આ કંપની પેસ્ટીસાઈડ દવા બનાવે છે, જેના ગેસ ધુમાડા થી આજુબાજુ ના વુક્ષો પણ સુકાઈ ગયા છે.
અગાઉ આ કંપનીમાં સેફ્ટીના અભાવે ભંયકંર આગ લાગી હતી , આ કંપની માં ખુબજ દર્દનાક મોટી દુર્ઘટના સર્જાઈ ચુકી છે,
જેમાં અડધા ડઝન જેટલા લોકો મોતને ઘાટ ઉત્તર્યા હતા.
આ કંપની પણ નંદેસરી ખાતે એક ભયકંર બોમ્બ ધડાકા જેવી રાસાયણિક કંપની છે,
ભૂતકાળ માં અનેક પ્રકારની ફરિયાદો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા GPCB, SAFETY વિભાગ માં કરવામાંઆવી છે,
પણ કંપની ના સત્તાધીશો સુધારવાનું નામ જ નથી લેતા એવું દેખાઈ આવે છે,
ભવિષ્ય માં પણ સલામતી અને પર્યાવરણ બાબતે ચોક્કસાઈ નહી દાખવામાં આવિ તો આજુ બાજુના ગામડાઓમાં મોટી જાનહાની પોહચી શકે તેવુ લાગી રહ્યું છે.
વધુમાં માહિતી આધારે આ GSP ક્રોપ કંપની ના મેનેજર ને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન માં પર્યાવરણ સંરક્ષણ સભ્ય બનાવેલા છે,
તો પોતેજ પર્યાવરણ બચાવી નથી સકતા આવા સભ્ય સુ ખરે ખર નંદેસરી ને પર્યાવરણ થી બચાવતા હશે?
એક વાત તો ચોક્કસ સાબીત થાય છે કે નંદેસરી GIDC ની આવી કેટલીય કંપનીઓ દ્વારા આજુબાજુના રહેવાસીઓ નું જીવવાનું ઝેર જેવું કરી નાખ્યું છે, આવનારા ભવિષ્ય માં આવી કંપનીઓ પર કોઈ કડક માં કડક પગલાં નહીં લેવામાં આવે તો મોટી સમસ્યા નો સામનો કરવો પડે એવું લાગી રહ્યું છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)