ગુજરાત

નંદેશરી માં નોકરી કરી પરત ઘરે જતા યુવકે મંગળવારે ફાજલપુર બ્રીજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું.

નંદેશરી માં નોકરી કરી પરત ઘરે જતા યુવકે મંગળવારે ફાજલપુર બ્રીજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું.

માહિતી પ્રમાણે મહીસાગર નદીમાં ફાજલપુર બ્રીજ ઉપરથી એક યુવકે ઝંપલાવ્યું હતું. જોકે યુવકે પોતાનુ બાઇક બ્રીજની બાજૂમાં પાર્ક કરી નદીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્યો જોતા સ્થાનિકો અને રાહદરીઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા. બનાવ સંર્દભે ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ કરતા યુવકની બાઇકના આધારે તેની ઓળખ છતી થઇ હતી. અને આણંદના ખૌરવાડા ગામનો નીલદીપ ચૌહાણ નામનો યુવક હોવાનુ જાણવા મળ્યું હતું.

                    (મૃતક નીલદીપ ચૌહાણ)

મહીસાગર નદીમાં પડેલા યુવકને શોધવા માટે વડોદરા ફાયર બ્રીગેડ અને એનડીઆરએફને જાણ કરવામા આવી હતી.

જોકે રાત્રીના સમયે યુવકને નદીમાં શોધવો શક્ય ન હોવાથી વહેલી સવારથી તેની શોધખોળ હાથ ધરવામા આવી હતી.

બુધવારે વહેલી સવારથી યુવકને શોધી કાઢવા ફાયર બ્રીગેડ અને એનડીઆરએફની ટીમ કામે લાગી હતી. જ્યાં કલાકોની શોધખોળ બાદ વડોદરા તરફના છેડેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ને પોસમોર્ટન હેઠળ નજીકની સરકારી હોસ્પિટલ માં લઇ જવાયો હતો, જોકે યુવકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગેનુ ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button