ગુજરાત

ટંકારાના પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજા એ હનુમાનજી રૂપ માં 2 બાળકો ને પુર ના પાણી માંથી બચાવ્યા.

ટંકારાના પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજા એ હનુમાનજી રૂપ માં 2 બાળકો ને પુર ના પાણી માંથી બચાવ્યા.

           (પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજા)

માહિતી આધારે ટંકારાના પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજા એ કેડસમા પાણીમાં એક કિ.મી. કરતા વધુ ચાલી બાળકોનો જીવ બચાવ્યો, બે બાળકો ને ખભે બેસાડી 1 કિલો મીટર પાણી માં ચાલી બાળકો નો જીવ બચાવ્યો

ગત 31 જુલાઈએ વડોદરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં પોલીસે લોકોની મદદે આવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
એક એ વાસુદેવ બની બાળકી ને બચાવી ને બીજાએ હનુમાનજી બનીને 2 બાળકો ને બચાવ્યા.

પ્રાપ્ત વિગત અનુસાર આવી જ કામગીરી આજે રાજકોટમાં પણ જોવા મળી હતી. રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા.

આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા. માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળતું હતું, ત્યારે ભયભીત થયેલા લોકોને પોલીસ પૂરમાંથી ઉગારતી જોવા મળી હતી.
કુદરતી આફત સામે પોલીસે બાથ ભીડી

આ સિવાયના પોલીસ કર્મીઓ લોકોને ખભે બેસાડી અથવા તો હાથ પકડીને રેસક્યુ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મીઓને પગમાં ઈજા પણ પહોંચી હતી. પરંતુ કુદરતી આફત સામે પોલીસે હિંમત હાર્યા વિના બાથ ભીડીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

વડોદરાના પૂરમાંથી PSIએ બાળકો સહિત 73ના જીવ બચાવ્યા હતા

                   (PSI ગોવિંદ ચાવડા વડોદરા)

આ પહેલા 31 જુલાઈએ વડોદરામાં આવેલા પૂરમાંથી રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોવિંદ ચાવડાએ દેવપુરા વિસ્તારમાંથી દોઢ માસની બાળકની સહિત 73 લોકોને રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યા હતા. ત્યાર બાદ ગોવિંદ ચાવડા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.

નૈતિક સમાચાર
NS NEWS

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button