ગુજરાત

દારૂનો વેપલો કરતી મુન્નીનો વીડિયો વાયરલ, પિતાએ અનેક લોકોને કર્યા ઘર વિહોણા

દારૂનો વેપલો કરતી મુન્નીનો વીડિયો વાયરલ, પિતાએ અનેક લોકોને કર્યા ઘર વિહોણા,

આપણે અવારનવાર પોલીસની કામગીરીને લઇને સમાચારો વાંચતા હોઇએ છીએ. પોલીસની આ કામગીરી ઘણી વખત હકારાત્મક હોય છે પરંતુ ક્યારેક-ક્યારેક તેમની કામગીરી નકારાત્મ

પણ હોય છે. સામાન્ય રીતે જો અમદાવાદ પોલીસની વાત કરીએ તો તેમની કામગીરી ઉપર હંમેશા શંકા જાય છે અને પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે આજે એક દાણીલીમડા વિસ્તારનો એક

એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ કુખ્યાત બુટલેગર અમરત રબારીની પેરવી કરી રહી છે અને તેની દીકરીના આરોપસર એક વ્યક્તિ પર કેસ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજુભાઇ નરસિંહભાઇ મકવાણા ઉર્ફે રાજેશ પર દાણીલીમડા પોલીસે કેસ દાખલ કર્યો છે. આ કેસ પાછળનું સત્ય શું છે તે જાણી શકાયું નછી પરંતુ સૂત્રો પાસેથી

એવી માહિતી મળી રહી છે કે, દાણીલિમડાના કુખ્યાત બુટલેગર અમરત રબારીની દીકરીએ રાજેશ ઉપર કેસ કર્યો છે. જોકે રાજેશનું કહવું છે કે, તેને દારૂના વેપલાનો વિરોધ કરતા અમરત

રબારીની દીકરી ગીતા બેન અમરત ભાઇ રબારી ઉર્ફે મુન્નીએ કાવતરૂ ઘડી તેને ફસાવવા માટે આ કેસ પોલીસ સાથે સાંઠગાંઠ કરી કર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયામા મુન્નીનો દેસી

દારૂની થેલીઓ બનાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમા સાફ જોઇ શકાય છે કે, તે દારૂના વેપાર સાથે સંકળાયેલ છે.

આ દરમિયાન રાજેશને અમરત રબારી દ્વારા જાનથી મારી નાંથવાની ધમકીઓ પણ મળી રહી છે તેમ જ તેને ઘર છોડી ભાગવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ અમરત રબારી પર ઘણા કેસો થઇ ચૂક્યો છે. આ પહેલા દાણીલીમડા પોલીસની ભૂમિકા ઉપર ખુબ જ શંકા ઉદ્ભવી હતી કારણ પણ ચોંકાવનારૂ છે… એક

અરજદાર હસુબેન જયેશભાઇ પરમારે વર્ષ 2015માં દારૂના વેપારી એવા અમરત રબારી સામે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં અને ફરિયાદ લેવા આજીજી કરી

હતી પરંતુ દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમની કોઇ ફરિયાદ લેવામાં આવી નહી, આ દરમિયાન બુટલેગરોએ તેમના મકાનને તોડી પાડ્યુ અને તેમને ઘર વિહોણા કરી નાંખ્યા.

બાદ પણ પોલીસે તેમને કોઇપણ પ્રકારનો સહયોગ આપ્યો નહી તથા તેમને હડધૂત કરી હાંકી મૂક્યા હતા. આથી કંટાળી જયેશભાઇએ નીચલી કોર્ટ, સેશન્સ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટનાં

દ્વાર ખખડાવ્યા તે છતા પોલીસે તેમની નકારાત્મક છબી છતી કરી અને માત્ર નામનું ઇન્વેસ્ટિગેશન કરી તે બુટલેગરને છાવરવાનાં પ્રયાસ કર્યા અને તે બુટલેગર વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની

કાર્યવાહી કરી નહી. હાલમાં જયેશભાઇ અને તેમનો સમગ્ર પરિવાર રોડ ઉપર આવી ગયો છે.

નોંધનિય છે કે, મુન્નીનાં પિતા અમરત રબારી પર ભૂતકાળમાં પણ ઘણા કેસો થઇ ચૂક્યા છે છતા પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહી છે.

નૈતિક સમાચાર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button