વડોદરાના વધુ એક યુવાને દેશની રક્ષામાં શહીદી વહોરીઃ BSF ના જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર શહીદ,
વડોદરાના વધુ એક યુવાને દેશની રક્ષામાં શહીદી વહોરીઃ BSF ના જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર શહીદ.
વડોદરા શહેના વધુ એક યુવાને દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કર્યો છે. થોડા સમય અગાઉ જમ્મુ કશ્મીરમાં આતંકીઓ સાથેના મુઠભેદ માં વડોદરાના નવાયાર્ડ વિસ્તારના આરીફ પઠાણે શહીદી વહોરી લીધી હતી.
આજે વધુ એક ઘટના સામે આવી છે જેમાં વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અને આસામ બોર્ડર પર ફરજ બનાવતા સંજય સાધુ શહીદ થયા છે.
(શહીદ સંજય સાધુ)
તેઓ બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને જ્યારે તેઓ શહીદ થયા ત્યારે તેઓ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા,
શહીદ સંજય સાધુ ના પિતા ગુજરાત પોલીસ એ.એસ.આઈ તરીકે નિવૃત થયા હતા 3 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયું હતું,
શહીદ સંજય સાધુ ના ભાઈ જગ્દીશભાઈએ એક ન્યૂઝ વેબસાઈટ ને જાણકારી આપી હતી કે, ગત રાત્રીએ 10 વાગ્યાના અરસામાં બે જવાનો અમારા ઘરે આવ્યા ત્યારે તેમણે અમને સંજયની શહીદીના સમાચાર આપ્યા હતા, તેમના ગયાનું દુઃખ ઘણું છે સાથે દેશની રક્ષા કરતાં ભાઈ શહીદ થયો છે તેનો ગર્વ પણ છે. બે દિવસમાં તેમનો પાર્થિવ દેહ અંતિમવિધી માટે ઘરે લવાશે.પ્રાપ્ત વિગતો અનુસાર સંજય સાધુને લગ્ન જીવન દરમિયાન બે દીકરી અને એક દીકરો છે. પરિવારને અચાનક મળેલા દુઃખદ સમાચારથી શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)