ગુજરાત

વડોદરા ના શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન.

આસામ ખાતે ફરજ દરમિયાન વડોદરા ના શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન.ઇન્ડો-બાંગ્લાદેશ સરહદ પર બીએસએફના ઇન્સપેકટર તરીકે સંજય સાધુ ફરજ બજાવી રહ્યાં હતા.સરહદ પર પશુ તસ્કરી થતી હોવાની શંકા જતાં તેઓ ટીમ સાથે દોડ્યાં હતાં, સંજય સાધુનો પગ લપસતા નાળામાં પડતાં જીવ ગુમાવ્યો હતો, વડોદરા શહેરના ગોરવા-કરોડિયા રોડ પરના ભગવત કૃપા સોસા.માં સંજય સાધુ તેમની પત્ની 9 વર્ષની શ્રદ્ધા, સાડા ત્રણ વર્ષની આસ્થા અને દોઢ વર્ષના ઓમ સાથે રહેતા હતા. સંજય સાધુ છેલ્લા 6 વર્ષથી BSFમાં ફરજ બજવી રહ્યાં હતા. ગત 18 ઓગષ્ટના રોજ ઇન્ડો- બાંગ્લાદેશ સરહદ પર શહીદ થયેલા સંજય સાધુ હવે આપણી વચ્ચે નથી રહ્યાં તેવી બીએસએફ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારને પુત્રના મોતના સમાચાર મળતાં શોકમાં ગરકાવ થયું હતું.શહીદ સંજયના પાર્થિવ દેહને ગુવહાટી ખાતે લાવી, બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ યાત્રા નીકળવામાં આવી,બીએસએફ જવાનની પત્નીએ સોળે શણગર સજી શહીદ પતિને વિદાય આપી આપી હતી. આ દ્રશ્યો જોઇ દરેકની આંખો ભીંજાઇ ગઇ હતી, એક તરફ પતિને ગુમાવા દર્દ હતો તો બીજી તરફ દેશની સરક્ષા કરતા શહીદ થયેલા પતિ પર પત્નીને ગર્વ પણ હતો. ગુવહાટીમાં શહીદ સંજય સાધુને બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુંવડોદરા ના ગોરવા વિસ્તારમાં રેહતા શહીદ સંજય સાધુ બીએસએફમાં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા ૯ વર્ષ થી ફરજ બજાવી રહ્યા હતા, 18 ઓગષ્ટના રોજ સરહદ પર પશુ તસ્કરી થઇ રહીં હોવાની શંકા જતાં તેઓ દોડ્યાં હતા. તેવામાં સંજય સાધુનો પગ લપસતા તેઓ પાણી ભરેલા નાળામાં ડૂબી જતા શહીદ થયાં હતા.80 વર્ષ ના વૃધ્ધ હાથ માં તિરંગો લઈ શહીદ સંજય સાધુ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પોહચ્યાસ્કૂલ દ્વારા બાળકો શહીદ સંજય સાધુ ને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.શહીદ ની અંતિમ યાત્રા માં રોડ ફૂલો થી સજવામાં આવ્યો.શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યમાં લોકો જોડાયો.
ઠેર ઠેર ભારત માતા કી જય અને સંજય સાધુ અમર રહોના નારા લાગ્યાં.ગન સેલ્યુટ સાથે શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન.

પુરા સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં ગોરવા સ્મશાન સુધી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં શહીદના દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ પિતાના મુખાગ્નિ આપી હતી.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button