ગુજરાત

અનગઢ રામપુરા ના સ્થાનિકો દ્વારા એક શંકાશીલ ટેન્કર પકડવામાં આવી,

અનગઢ રામપુરા ના સ્થાનિકો દ્વારા એક શંકાશીલ ટેન્કર પકડવામાં આવી,

વડોદરા ના અનગઢ રામપુરા રોડ મીની નદી પાસે કોતર માં એક પીળા ભૂરા કલર ની ટેન્કર વેસ્ટ કેમિકલ જેવું ખાલી થતાની માહિતી મળતા સ્થાનિકો દ્વારા ટેન્કર ચાલક ની અટકાયત કરી હોબાળો મચાવ્યો હતો,

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય વર્ષો થી નંદેસરી ના અનેક કેમિકલ ઉદ્યોગો દ્વારા કેમિકલ યુક્ત પાણી સીધુ મીની નદી માં છોડવાનું ચાલુ જ રાખ્યું છે,

ભૂતકાળ માં વેસ્ટ કેમિકલ ટેન્કર ખુલ્લી જગ્યા કે નદી,નાળા માં ખાલી કરવાના કેટલાય બનાવો પ્રકાશિત માં આવ્યા છે,

ટેન્કર ચાલક દ્વારા અનગઢ રામપુરા ની વચ્ચે રોડ ઉપર ટેન્કર પાર્ક કરી એક પાઇપ લંબાવી કોઈ વેસ્ટ પાણી જેવું ઠાલોવવામાં આવી રહ્યું હતું. આ માહિતી સ્થાનિકો ને મળતા સ્થાનિકો ઘટના સ્થળે પોહચી ટેન્કર ચાલક ને વેસ્ટ પાણી નો નિકાલ કરતા રોક્યો હતો,

ટેન્કર ચાલક ને પૂછતાં તેને એવું જણાવેલ કે આ પાણી મુંબઇ વડોદરા હાઇવે નું L&T નું કામ ચાલી રહ્યું છે ત્યાં આપવાનું હતું, ટેન્કર ચાલક ને પાણી ક્યાંથી ભરીને લાવ્યું એ પૂછતાં ચાલકે કોઈ પ્રકાર નો જવાબ નહતો આપ્યો, “ચાલક એ પોતાનો અને કંપની નો બચાવ કરવા સ્થાનિકો ને એવું કીધું કે આ પાણી પીવાનું છે,”
“તો સ્થાનિકો દ્વારા ચાલક ને વળતા જવાબ માં એવું કહેવામાં આવ્યું કે અહીંયા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને તું આવું પાણી કેમ નીચે ઠાલવી રહ્યો છું,”
સ્થાનિકો માં અનેક પ્રકાર નો ગુસ્સો જોવા મળ્યો હતો,

 

આ ઘટના ની જાન જવાહરનગર પોલીસ ને તથા પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,
સાથે સાથે નંદેસરી પોલીસ નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો,
પરંતુ જ્યાં ટેન્કર ખાલી કરવા આવી રહી હતી એ જવાહરનગર પોલીસ સ્ટેશન નો વિસ્તાર હોવાથી નંદેસરી પોલીસ સ્ટાફ પરત નીકળ્યો હતો.

વધુ ના નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ને જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી નો સેમ્પલ લઈ રવાના થયા હતા.

જવાહરનગર પોલીસ સ્ટાફ દ્વારા ટેન્કર ચાલક ની પૂછપરછ કરતા ટેન્કર ચાલક પાસેથી ક્યાથી ટેન્કર ભરી અને ક્યાં ખાલી કરવાની તેના કોઈ બીલ, કે પુરાવા નહતા, અને ટેન્કર ચાલક દ્વારા કોઈ ચોક્કસ જવાબ નઅપાતા જવાહરનગર પોલીસ દ્વારા ટેન્કર અને ચાલક ને પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી!

વધુ માં આ બનાવ ની જાણ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ને થતા સમિતિ દ્વારા GPCB વડોદરા અને GPCB ગાંધીનગર નો સંપર્ક કરતા કોઈ અધિકારી કે GPCB ની ઓફીસ ના લેન્ડલાઈન નંબર પરથી કોઈ જવાબ નથી મળેલ, જેથી સમિતી ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા મેસેજ અને વોટ્સએપ પર કંમ્પ્લેઇન કરવામાં આવી હતી,
સાથે સાથે પાણી નો સેમ્પલ TDS TESTER થી ચેક કરતા પાણી પીવાલાયક નહતું તે દેખાઈ આવ્યું હતું અને પાણી ને અડકવાથી હાથ માં ચીકાશ જેવું લાગી આવ્યું હતું.

દિવસે જગ્યા જોવા આવે છે અને રાત્રે વેસ્ટ કેમિકલ ઠાલવી જવાના આક્ષેપો પણ થયા હતા, સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓ માં સવાલો અનેક ઉભા થયા છે !
જેવા કે ટેન્કર ચાલાક પાસે કોઈ બિલ કે કોઈ પુરાવા નહતા,
ટેન્કર ઉપર બે RTO ના નંબર લખેલા હતા, જેમ કે એક GJ17UU5243 અને બીજો HR46C0302,

જો ચોખ્ખું પાણી હતું તો પાણી ક્યાંથી લાવ્યો હતો?
GST બચાવવા આવા ધંધા કરવામાં આવે છે?
કેમિકલ ઉદ્યગો સાથે સંપર્ક હશે?
આવા ટેન્કર ખાલી કરાવવાનો ગોરખ ધંધો કોણ કરાવે છે?
કોઈ સ્થાનિકો આગેવાન ની મિલીભગત હશે?
ટેન્કર ના માલિક કોણ હશે? આવા અનેક પ્રકાર ના સવાલો સ્થાનિકો માં ઉભા થયા હતા.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button