સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડના પગલે સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં ડી.જી.પી. તો શું ગુલબાઈ ટેકરા માં દારૂ જુગાર ચાલુ રહેશે??
સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડના પગલે સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં ડી.જી.પી.
તો શું ગુલબાઈ ટેકરા માં દારૂ જુગાર ચાલુ રહેશે??
ગુજરાત માં દારૂ અને જુગાર પર અંકુશ લાવવા અનેક અધિકારીઓ અને સરકાર દ્વારા કડક વલણ દાખવવામાં આવે છે, પરંતુ અમદાવાદ માં કેટલાક પોલીસ સ્ટેશન દ્વારા વ્યવહાર લઈ દારૂ જુગાર ના ખુલ્લે આમ અડ્ડા ચલાવવા બુટલેગર ને બંધ બારણે પરમિશન આપવામાં આવી રહી હોય તેવું દેખાઈ આવ્યું હતું,
ગુરુવાર ના રોજ અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છારાનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઇડ કરવામાં આવી,
જે રેઇડ માં મુંગડા તરીકે ઓળખાતા ઇસમને ત્યાં એક જુગારની રેડ કરવામાં આવેલ હતી.
જેમાં કુલ. ૧૭ લાખથી પણ વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હતો. આ રેઈડ બાદ સરદાર નગર પોલીસ સ્ટેશન ના PI ને તાત્કાલિક સસ્પેડ કરવામાં આવ્યા હતા, સરદાર નગર પોલીસ સ્ટેશન ના PI ની રહેમ નજર હેઠળ આ લાખો નો જુગાર રમાઈ રહ્યો હતો,
પોતાના પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ડામવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી.શ્રી શિવાનંદ ઝા દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી જે.સી.શેખને સસ્પેન્ડ કરવામાં આવેલ છે,
વધુ માં આવા દારૂ જુગાર ના ધંધા તો અમદાવાદ ના અનેક પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં ચાલી રહ્યા છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકાર ની આંખો માં ધુળ નાખીને સ્થાનિક પોલીસ સ્ટેશન ની મિલીભગત થી બુટલેગરો બેફામ બન્યા છે , તેઓજ એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.
અમદાવાદ ના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ના હદ માં આવતા ગુલબાઈ ટેકરા માં લાખો નો દારૂ જુગાર વેપલો ચાલતો જણાઈ આવે છે,
ગુલબાઈ ટેકરા બડીયાદેવ મંદિર પાસે જૂની પાસપોર્ટ ઓફીસ ની બાજુમાં ચિકન દાણા ની લારી પાસે રીક્ષા માં દારૂ વેચાય એ નવાય ની વાત ન કહેવાય. કેમ કે અમદાવાદ ના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ના PI ની છત્રછાયા થી ગુલબાઈ ટેકરા પર હરેશ અને તેની પત્ની દ્વારા લાખો નો દારૂ નો ધંધો કરવામાં આવી રહ્યો છે, ખુલ્લે આમ જાહેર માં રીક્ષા માં દારૂ ની ડિલિવરી કરવામાં આવે છે, “નવાઈ ની વાત તો એ છે કે અત્યારે ફૂડ ઝોન ટેમ્પો ની જેમ દારૂ રીક્ષા પણ અમદાવાદ માં જોવા મળે છે”
જો આવું ને આવું ચાલ્યા કરશે તો ગુલબાઈ ટેકરે ચિકન દાણા સાથે સાથે દારૂ બિયર પણ મળશે એવું બોર્ડ લાગતા વાર નહીં લાગે,
વધુ માં દારૂ સંતાડવા કોર્પોરેશન ની ગટર નો ઉપયોગ થઈ રહ્યો હોવાની માહિતી પણ મળેલ છે,
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ના PI ની છત્રછાયા થી ગુલબાઈ ટેકરા પર ચાલતો આ ગોરખ ધંધો બંધ થશે????????
રિપોર્ટર
નૈતિક સમાચાર (NS NEWS)
અમદાવાદ ગુજરાત