ગુજરાતની 2000 રાજપુતાણીઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
ગુજરાતની 2000 રાજપુતાણીઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
ગુજરાતની ધરતી પર 2000 રાજપૂતાણીઓએ એક વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો છે.જામનગરના ધ્રોલ ખાતે ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં ગુજરાત ભરની 2000 રાજપુતાણીઓએ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરતા ગુજરાતનું નામ રાજપૂતોની દીકરીઓએ રોશન કર્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ મહિલા સંઘ દ્વારા
આયોજિત 28 મો ભુચરમોરી શહીદ શ્રદ્ધાંજલી સમારોહમાં 23 ઓગસ્ટના રોજ ધ્રોલ રાજકોટ મુકામે 2000 રાજપુતાની દ્વારા એક સાથે તલવારબાજી રાસ દ્વારા વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આપી વર્ડ રેકોર્ડ નો ઇતિહાસ રચ્યો હતો, આ દિવસે ધ્રોલ માં શરણાર્થીની રક્ષા કાજે હજારો શહીદી વહોરનાર આપણા વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.
તારીખ 23/8/2019 ના રોજ ભૂચરમોરી ધ્રોલ ખાતે યોજવામાં આવેલ ઐતિહાસિક કાર્યક્રમ કેે જેમાં એક સાથે 2000 થી વધુ રાજપૂતાણીઓ તલવારબાજી કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત ના અનેક જિલ્લાઓ માંથી રાજપૂતોની દીકરીઓ ત્યાં પહોંચી હતી અને તલવાર રાસ દ્વારા તલવાર બાજીના અલગ અલગ કરતબ બતાવ્યા હતા.
રાજપુત મહિલાઓએ રાજપુતાના શોર્યગાથાને તલવારથી વર્ણવી નારીશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજપુત મહિલાઓએ પૂરું પાડ્યું હતું.ભૂચર મોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાય છે.આ કાર્યક્રમમાં સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.
એક મહિનાથી મહિલાઓ પ્રેક્ટીસ કરી રહી હતી
આ તલવાર રાસ માટે રાજ્યના 16 જિલ્લાની 13થી 52 વર્ષની કુલ 2000 મહિલાઓને તાલીમ આપવામા આવી હતી. જેમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર,કચ્છ, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પર તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટીસ કરી રહી હતી.
ભૂચર મોરીના યુદ્ધનો ઐતિહાસિક ઈતિહાસ
જામનગર જિલ્લાના ધ્રોલ પાસે ઐતિહાસિક મેદાન ભૂચર મોરી ખાતે મહાસંગ્રામ ખેલાયો હતો. કાઠીયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુધ્ધ પૈકીનું એક ભૂચર મોરીનું યુધ્ધ હતું.વિક્રમ સંવત 1648માં આ મહાયુદ્ધ થયું હતું.શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝ્ઝફર શાહ (ત્રીજા)ને બચાવવા જામનગરમાં જામ શ્રી સતાજીએ દિલ્હીના બાદશાહ અકબર સામે આ મહાસંગ્રામ ખેલ્યો હતો.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)