અમદાવાદ ના સાઉથ વાસણા ખાતે ભારત ના પ્રથમ ફુલ્લી ડિજિટલ જીમ ની શરૂઆત કરવામાં આવી
અમદાવાદ ના સાઉથ વાસણા ખાતે ભારત ના પ્રથમ ફુલ્લી ડિજિટલ જીમ ની શરૂઆત કરવામાં આવી
સલમાન ખાન ની બ્રાન્ડ બીઇંગ સ્ટ્રોંગ અંતર્ગત ગુજરાત નું પ્રથમ જિમ નું અબ્દુલ્લાહ ખાન ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું
• અમદાવાદી દ્રારા છેલ્લા 10 વર્ષોથી લોકો ને તેમની ફીટનેશ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.
• ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો થી લોકોને દૂર કર્યા છે.
*અમદાવાદ,25મી ઓગસ્ટ -2019:* અમદાવાદ ના સાઉથ વાસણા ખાતે ઈશાન કુરેશી દ્વારા બીઇંગ જીમોહોલીક નો ફિટનેસ આઇકન અબ્દુલ્લાહ ખાન ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આ જિમ અમદાવાદ ના બીજા જિમ ની સરખામણી એ અદ્યતન સાધનો થી સજ્જ છે જેથી ફિટનેસ ચાહકો સારી રીતે જિમ ના વાતાવરણ ને માણી શકે. આ જીમ 24 કલાક ચાલુ રહેશે અને ભારત સરકાર ના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત આ જિમ ભારત નું પ્રથમ ફુલ્લી ડિજિટલ જીમ બની ગયું છે,વિશાલા સર્કલ ની પાસે રાજ્યશ રાઇઝ માં આ જિમ ની શરૂઆત કરવામાં આવી છે.
આ સિવાય લાઈવ કિચન નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિમ માં આવતા લોકો માટે હેલ્થી અને ડાયટ ફૂડ ત્યાંજ બનાવી ને તેમને આપવામાં આવશે જે ખુબજ મહત્ત્વપૂર્ણ બાબત છે.
*આ પ્રસંગે અબ્દુલ્લાહ ખાન એ જણાવ્યું કે* “આજકાલ લોકો માં જિમ અને યોગા નો ક્રેઝ વધ્યો છે કારણ કે લોકો ની લાઈફસ્ટટાઈલ એ પ્રકાર ની થઇ ગયી છે અને મેદસ્વીતા નું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે કેમકે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી પરંતુ આજકાલ ખુબજ અધભૂત ટેક્નોલોજી વાળા જિમ અને ટેક્નિકલ ટ્રેનર ના લીધે લોકો નું જિમ તરફ નું આકર્ષણ વધ્યું છે જે ખુબજ સારું છે.અને સલમાન ખાન ની બ્રાન્ડ બીઇંગ સ્ટ્રોંગ અંતર્ગત ગુજરાત નું પ્રથમ જીમ છે જ્યા લોકો ને અનેક નવીન પ્રકાર ના ઉપકરણો જોવા મળશે,.
*આ પ્રસંગે બીઇંગ જીમોહોલીક ના માલિક ઈશાન કુરેશી એ જણાવ્યું કે* “જિમ અને ડાયટ ના કારણે તમે પોતાની જાત ને વધુ સ્ફૂર્તિ ભર્યું રાખી શકો છો અને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો ક્રોસ ફિટ, ઝુમ્બા દ્વારા લોકો વધુ એક્ટિવ રહી શકે છે અને આજે અમદાવાદ નો મહેમાન બની ને મને ખુબજ ખુશી થઇ રહી છે અને જિમ લોન્જ ખાતે જે મશીનરી મુકવામાં આવી છે એ ખરેખર અધભુત છે અને ટ્રેનર પણ ખુબજ ટેક્નિકલ જ્ઞાન ધરાવે છે અને મને આશા છે કે અમદાવાદીઓ આ પ્રકાર ના જિમ નો ખુબજ સારી રીતે લાભ લેશે.”
*તેમણે વધુ માં જણાવ્યું કે* “આ ફીટનેશ સ્ટુડીયો થકી અમારો ધ્યેય લોકો ને તેમની હેલ્થ પ્રત્યે જાગૃત કરવાનો છે. હું છેલ્લા 10 વર્ષો થી લોકો ને આ વિશે ની તાલીમ આપું છું અને મે મારી ટેક્નિક્સ થી ડાયાબીટીશ,બ્લડ પ્રેશર, સર્વાઇકલ પેઇન જેવા અનેક રોગો દૂર કર્યા છે.અમારા ત્યાના ટ્રેઇનર ખૂબજ વધારે ટેક્નિકલ જ્ઞાન ની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર ના ફીટનેશ સર્ટીફીકેટ ધરાવે છે. અમે લોકો ને એ રીતે સાધનો ની માહીતી આપીશું કે તેઓ પોતાની મેળે એનો ઉપયોગ કરી શકે અને તેના ઉપયોગ ના પૂરેપૂરા ફાયદા તેમને જણાવ્વામાં આવશે”