અંકલેશ્વર બાદ પાદરામાં શ્રીજી આગમન સવારીમાં કરંટ લાગવાનો વધુ એક બનાવ યુવાનનું મોત
પાદરામાં શ્રીજી આગમન સવારીમાં કરંટ લાગવાનો વધુ એક બનાવ યુવાનનું મોત
3 દિવસ પહેલા અંકેશ્વર ખાતે શ્રીજીની આગમન સવારીમાં કરંટ લાગવાથી બે યુવાનોના મોત નિપજવાની ઘટના જેવો જ અન્ય એક બનાવ પાદરા ખાતે બન્યો છે., આ દુઃખદ બનાવમાં રાહુલસિંહ પરમાર નામના યુવાનનું મોત નિપજ્યું હતું.
(મૃતક રાહુલસિંહ પરમાર)
ગુરુવારે રાત્રે પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા શ્રીજી આગમન સવારી કાઢી હતી. શ્રીજીની પ્રતિમાની ટ્રોલી આગળ એક ટેમ્પામાં લાઈટીંગનો ટેમ્પો હતો. તેમજ ટેમ્પાની ઉપરની તરફ લોખંડનો પાઈપ લગાડી રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યો હતો.
શ્રીજીની સવારી આગળ વધતાં વધતાં ઇલેકટ્રીક વાયર નીચેથી પસાર થવા જઈ રહી હતી, તે સમયએ ધ્વજવાળો લોખંડનો પાઈપ ઇલેકટ્રીક વાયરને અડ્યો હતો, જે જોઈ 24 વર્ષિય રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર ટેમ્પોચાલકને આ અંગે કંઇક કહેવા જતા તેઓનો હાથ ટેમ્પા સાથે અડકયો હતો, ત્યાં તેઓને કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો.
કરંટ લાગવાને કારણે બેશુદ્ધ થઈ ગયેલાં રાહુલસિંહને તાત્કાલિક ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ, ત્યાં કમનસીબે યુવાનનું મોત નિપજ્યું હતું.
તાજેતરમાં જ અંકલેશ્વર ખાતે પણ આવી જ દુઃખદ ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા હતાં,
ગણેશ મંડળો દ્વાર ગણેશજી ના આગમન માં સલામતી રાખવામાં આવે તો આવા બનાવો રોકી શકાય છે, વધુ માં ગણેશજી ના આગમન અને સ્થાપના કર્યા પછી ઇલેકટ્રીક ડેકોરેશન માં પણ સલામતી નું ચોક્કસ ધ્યાન રાખવામાં આવવું જોઈએ, આવા કાર્યકર્તાઓ ના અચાનક આકસ્મિત મ્યુત્યું થી ઉત્સાહ માં માતમ ફેલાઈ જાય છે, જેથી દરેક લોકોએ ગણેશજી ના આગમન અને વિસર્જન માં સલામતી નું ધ્યાન રાખવું જોઈએ,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)