શ્રી અંબિકા પદયાત્રી સંઘ અનગઢ દ્વારા સતત 10 માં વર્ષે અનગઢ થી અંબાજી પગપાળા યાત્રા નું પ્રસ્થાન કર્યું,
શ્રી અંબિકા પદયાત્રી સંઘ અનગઢ દ્વારા સતત 10 માં વર્ષે અનગઢ થી અંબાજી પગપાળા યાત્રા નું પ્રસ્થાન કર્યું,
ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી. તેમાં પણ ભાદરવી પુનમના દર્શન અનેરુ મહત્વ છે.
શ્રી અંબિકા પદયાત્રી સંઘ અનગઢ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ અનગઢ થી અંબાજી પગપાળા જવાનું આયોજન કરવામાં આવ્યું છે,
ભાદરવી પૂનમના મહામેળામાં સતત કેટલાય વર્ષો થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અનગઢ થી અંબાજી આશરે 270 કિલોમીટરની પદયાત્રા યોજી માતાજીના ધામમાં પહોંચે છે,
જેમાં અંદાજે 300 જેટલા યુવાનો, મહિલાઓ, બાળકો આજરોજ માતાજીના જય જયકાર સાથે માતાજીનો રથ લઈને અનગઢથી અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું.
શ્રી અંબિકા પદયાત્રી સંઘ દ્વાર આયોજન હેઠળ તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે, મેડિકલથી લઈને તમામ ખાવા-પીવાની સુવિધા સાથે પૂજન અર્ચન તથા ધજા તેમજ શણગાર સાથે શોભાયાત્રા નીકળી હતી,
અનગઢથી અંબાજી પ્રસ્થાન કરતાં પહેલા શ્રી અંબિકા પગપાળા સંઘ દ્વારા આજરોજ સવારમાં અનગઢ નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા,જે તસ્વીરમાં નજરે પડે છે.
ભક્તો દ્વાર માતાજી ના રાસ ગરબા રમી પદયાત્રા સંઘ ને વિદાય આપી હતી, આજુ બાજુના ગામોમાં અનેક જગ્યા એ પદયાત્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતુ,
શ્રી અંબિકા પદયાત્રા સંઘ છેલ્લા કેટલાય વર્ષો થી અનગઢ થી અંબાજી પગપાળા જવા ખૂબ મોટી સંખ્યા માં ભક્તો સાથે નીકળે છે,
ફોટો:- ધર્મપાલસિંહ ગોહિલ
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)