નફ્ફટ યુવકોની નફ્ફટાઈ,ગણેશોત્સવમાં યુવાનોએ દારૂ પીધો અને બોટલ લઈ ડાન્સ કર્યા, વીડિયો વાઈરલ
નફ્ફટ યુવકોની નફ્ફટાઈ,ગણેશોત્સવમાં યુવાનોએ દારૂ પીધો અને બોટલ લઈ ડાન્સ કર્યા, વીડિયો વાઈરલ
હાલ વિઘ્નહર્તા ગણપતિની પૂજા અર્ચના કરવાનું પર્વ ગણેશોત્સવ ચાલી રહ્યું છે. એક તરફ ગણેશજી ની ભક્તિમાં લોકો લિન બન્યા છે, ત્યારે અમુક નફ્ફટ યુવકો ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂ પીને બેશરમ રીતે નાચતા જોવા મળ્યા , ખુલ્લેઆમ દારૂની બાટલીઓ પીને ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,
અહેવાલ મુજબ બિયરની બાટલીઓ સાથે નાચતા કેટલાક યુવાનો જોવા મળ્યા, સુરત માં કોટસફિલ રોડ પર આવેલા ગોલવાડમાં ગણપતિની સ્થાપ્ના સાથે જ ગણપતિની મૂર્તિ સામે યુવકો નાચતાં નાચતાં એકબીજાને જાહેરમાં બિયર અને દારૂ પીવડાવી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યા મુજબ આ યુવકો બિંદાસ્ત બનીને એકબીજાને દારૂ બિયર પીવડાવી રહ્યા હતા સાથે સાથે એ દરમિયાન પોતાના વીડિયો પણ ઉતરાવી રહ્યાં હતાં. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આરોપીઓને પકડવા સુરત પોલીસે એ કાર્યવાહી શરૂ કરી, માહિતી આધારે, વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે તપાસ આદરવામાં આવી છે. સાથે જ હાલ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરીને અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમાના 7 યુવક ની અટકાયત કરવામાં આવી છે,
વીડિયો જોવા ઉપર ક્લીક કરો
આ રીતે જાહેરમાં જે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે તે યોગ્ય નથી. આ અંગે તપાસ થવી જોઈએ. આરાધનાના પર્વમાં અયોગ્ય વર્તન ન થવું જોઈએ. આસ્થાના નામે ઐય્યાશી ગોલવાડમાં ગણેશજીની પ્રતિમા સામે જ દારૂ પીને ડાન્સ કરતાં યુવકો અંગે સોશિયલ મીડિયામાં અનેક પ્રકાર ની કોમેન્ટો લખવામાં આવી રહી છે, આસ્થાના નામે ઐય્યાશી ચાલી રહી છે. આ લોકો ગણેશોત્સવને બદનામ કરી રહ્યાં હોય તે રીતે આસ્થા પર કલંક લગાવી રહ્યાં છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)