પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા 10 હજાર તુલસી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું,
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા 10 હજાર તુલસી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું !
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમીતી, સેવ લાયન, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો સાથે અંબિકા ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી આજ રોજ વડોદરા શહેર માં અલગ અલગ વિસ્તાર માં આશરે 10 હજાર જેટલા તુલસી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું,
વાડૉદરા ના ચકલી સર્કલ, છાની, પદમલા, ઝાંસી રાની સર્કલ, દશા માતા મંદિર સમતા , ગોરવા ITI વગેરે જગ્યા એ આ તુલસી ના છોડ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું,
દરેક સામાજિક કાર્યકરો એ માનવતા ને જીવંત રાખવા આજે પ્રોગ્રામ ના માધ્યમથી સંદેશા આપ્યો, તુલસી 24 કલાક ઓક્સિજન આપે અને હિન્દુસ્તાન માં તુલસી ના છોડ ને પવીત્ર માનવામાં આવે છે અને તુલસી ની પૂજા કરવામાં આવે છે, એ ઉદ્દેશ લઈને આજ રોજ આશરે 10 હજાર તુલસી ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું, પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા છેલ્લા કેટલાય વર્ષો થી આ રીતે અનેક છોડો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે,
ઓટો રીક્ષા માં મુસાફરો ને તુલસી ના છોડ નું વિતરણ
સ્કૂલ ના બાળકો ને તુલસી ના છોડ નું વીતરણ
રાહદારીઓ ને તુલસી નું વિતરણ
10 હજાર તુલસી ના છોડ વિતરણ કરીને માનવતા ને જીવંત રાખવા એક અનોખો પ્રયાસ આજ રોજ કરવામાં આવ્યો,
આ તમામ સંગઠનો દ્વારા મિશન 2020 જાહેર કરવામાં આવ્યું તેમાં વર્ષ 2020 સુધી માં 10* લાખ છોડ નું વિતરણ કરવામાં આવશે !
તુલસી ના છોડ લેતાની સાથે સાથે અનેક લોકો દ્વારા આ સંસ્થા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)