જાણો Reliance JioFiberના કયા પ્લાન સાથે ફ્રી મળશે TV અને Set Top Box
જાણો Reliance JioFiberના કયા પ્લાન સાથે ફ્રી મળશે TV અને Set Top Box
રિલાયન્સ જિયોએ જિયો ફાઇબર લૉન્ચ કર્યુ છે.
રિલાયન્સ જિયો ફાઇબરના લૉન્ચિંગ વખતે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જિયો ફાઇબર લેનાર ગ્રાહકો માટે વલકમ ઑફર અંતર્ગત ફ્રીબીઝ આપવાની ઘોષણા કરી છે. આ ફ્રીબીઝ અંતર્ગત યુઝર્સને સેટટૉપ બૉક્સથી લઇને ફ્રી ટીવી મળશે.
જિયો ફાઇબર લૉન્ગ ટર્મ પ્લાન (એન્યુઅલ ટર્મ) સાથે જિયો હોમ ગેટવે, જિયો 4કે સેટટૉપ બૉક્સ, તમારા મનપસંદ ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન અને અનલિમિટેડ વૉઇસ તથા ડેટા આપશે. આ ઉપરાંત જે ગ્રાહકો ગોલ્ડ કે તેની ઉપરનો એન્યુઅલ પ્લાન લેશે તેને રિલાયન્સ જિયો ફાઇબર તરફથી એક HD અથવા 4K LED TV સેટ ફ્રી મળશે.
લેન્ડલાઇન મળશે ફ્રી
આ ઉપરાંત યુઝર્સને ફ્રી લેન્ડલાઇન ફોન કનેક્શન સહિત ભારતભરમાં ફ્રી અનલિમિટેડ વૉઇસ કૉલ્સ પણ મળશે. આ સેવાનો ઉપયોગ કરીને યુઝર દેશભરમાં ફ્રી કૉલ અને સસ્તી કિંમતમાં ઇન્ટરનેશનલ કૉલનો લાભ લઇ શકશે. જણાવી દઇએ કે જિયો ફિક્સ્ડ લાઇનને હાલના સબસ્ક્રાઇબર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યો હતો.
કેવી રીતે મેળવશો જિયો ફાઇબર કનેક્શન
તેના માટે તમારે જિયોની ઑફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યાં તમારુ નામ, એડ્રેસ, મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી જેવી તમામ ડિટેલ્સ આપવી પડશે. જો તમારા એરિયામાં સર્વિસ ઉપલબ્ધ થશે તો જિયો સેલ્સ ટીમ તમારો સંપર્ક કરશે.
નૈતિક સમાચાર