ગુજરાતગેજેટ એન્ડ ઓટો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકાયેલું ડાયનાસોરનું સ્ટેચ્યુ જમીનદોસ્ત થયું,

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકાયેલું ડાયનાસોરનું સ્ટેચ્યુ જમીનદોસ્ત થયું,

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે હાલ બનાવાઈ રહેલાં જૂરાસિક પાર્કમાં મહાકાય ડાયનાસોર બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક તે ધરાશાયી થયુ હતુ. સદભાગ્યે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. જો કે ડાયનાસોર તૈયાર થવાની પહેલાં જ તૂટી પડવાને કારણે તેની કામગીરી શંકાના ઘેરામા મૂકાઈ છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જિલ્લામાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને હજી પણ વધારે પ્રવાસીઓ આ જિલ્લામાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વળી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ અહીં રોકાણ કરી શકે તે માટે વિવિધ 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં ખુલ્લા મુકાશે. જેમાં 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. સાત અલગ અલગ પહાડી વિસ્તારમાં મોટા ડોમ બનાવીને સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાકાહારી પ્રાણી તરીકે હરણની 12 પ્રજાતિઓ ઉપરાંત વિદેશી પ્રાણીઓમાં ઝેબ્રા તેમજ જંગલી પ્રાણીઓ સાથે 1000 જેટલા દેશવિદેશના પક્ષીઓ લાવવામાં આવશે. દોઢ એકરનો એક અને એક એકરનો એક એવા બે ડોમમાં આ પશુ-પક્ષીઓને રાખવામાં આવશે. તેની સાથે જ એક ડાયનોટ્રોલ પણ બની રહ્યો છે. જેમાં ડાયનોસોરની ત્રણ પ્રિતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જે નર્મદા નેસેસ એટલે કે નર્મદા જિલ્લાને લગતા ડાયનોસોર હશે. તે 75 ફૂટ અને બે 30 ફૂટના એમ ત્રણ ડાયનોસોર બનશે. જે નર્મદા ડેમ જતા રસ્તામાં બનાવામાં આવશે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button