આગામી 4 દિવસ માં રાજ્ય માં અનેક શહેર માં વરસાદ થવાની સંભાવના!
આગામી 4 દિવસ માં રાજ્ય માં અનેક શહેર માં વરસાદ થવાની સંભાવના!
મોન્સૂન ટ્રફ હજુ રાજસ્થાનમાંથી પસાર થઇ રહ્યો છે, જેથી મોન્સૂન ટ્રફની અસરોથી આગામી ચાર દિવસ વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જો કે, રવિવારે વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 33 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હવામાન વિભાગનાં આંકડા મુજબ, રવિવારે અનેક શહેરો માં વહેલી સવારથી વરસાદી માહોલ હોવા છતાં મહત્તમ તાપમાન 33.9 અને લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે અનેક શહેરો માં બપોરે લોકોએ સામાન્ય ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી ચાર દિવસો દરમિયાન રાજ્ય ના અનેક શહેરમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મોન્સૂન ટ્રફની અસરથી વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યનાં 8 શહેરમાં ગરમીનો પારો 33.0 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 34.0 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ 33.9 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી ચાર દિવસો દરમિયાન પોરબંદર, રાજકોટ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, નર્મદા, ભરુચ, વડોદરા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.જયારે રવિવારે દિવસ દરમિયાન બફારાના વચ્ચે રાત્રે 8 વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પડ્યા હતા.
નૈતિક સમાચાર
અમદાવાદ