ગુજરાતમનોરંજન

અક્ષય કુમારે તેના 52મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજ નું એનાઉન્સમેન્ટ કર્યું છે.

અક્ષય કુમારે તેના 52મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજ નું એનાઉન્સમેન્ટ કર્યું છે.

અક્ષય પહેલીવાર એક હિસ્ટોરિકલ ડ્રામામાં એક્ટિંગ કરવાનો છે. ‘પૃથ્વીરાજ’ નામની ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે.
અક્ષય પહેલીવાર એક હિસ્ટોરિકલ ડ્રામામાં એક્ટિંગ કરવાનો છે. ‘પૃથ્વીરાજ’ નામની ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે. અક્ષય કુમારે ટીઝર રિલીઝ કરતાં લખ્યું કે, ‘મારાં જન્મદિવસ પર મારી પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ વિશે માહિતી શેર કરીને ખુશ છું. હું મારી જાતને ધન્ય માનું છું કે મને એ હીરોનો રોલ પ્લે કરવા મળ્યો જેમને હું હંમેશાં તેમના પરાક્રમો અને વેલ્યુઝ માટે જોતો હતો એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. આ મારી મોટી ફિલ્મોમાંની એક ફિલ્મ છે.’

આ ફિલ્મ યશ રાજ પ્રોડક્શનના બેનર હેઠળ પ્રોડ્યૂસ થશે. આ ફિલ્મને ચંદ્રપ્રકાશ દ્વિવેદી ડિરેક્ટ કરવાના છે જેમણે ‘ચાણક્ય’ નામની ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી અને તેમાં ચાણક્યનો રોલ પણ પ્લે કર્યો હતો. આ બિગ બજેટ ઐતિહાસિક ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

દિવાળી 2020ના કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ પણ રિલીઝ થવાની છે. એટલે આવતા વર્ષે બોક્સઓફિસ પર બે મોટી ફિલ્મો ટક્કર લેશે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button