પર્યાવરણ જતન માટે અનોખો પ્રયાસ ગણેશજી ને ચડાવેલ ફૂલ પૂજાપો નિર્માલ્ય એકત્ર કરતું સંગઠન
વડોદરા માં માંજલપુર વિસ્તાર માં આવેલ કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા વડોદરા શહેર ના અનેક શ્રીજી પંડાલમાંથી પુષ્પ પૂજાપો એકત્ર કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,
ગણપતિ બાપાનાં વિસર્જન વખતે નદી-તળાવમાં ગંદકી ના થાય એના માટે વડોદરા શહેર માં શ્રીજી ને ચડાવેલ ફૂલ હાર પૂજાપો ફેંકી દેવાતા નિર્માલ્યને એકઠું કરીને કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા આ નિર્માલ્ય ને ખાતર બનાવવા માટે વડોદરા મ્યુનસીપાલ કોર્પોરેશન ને આપવામાં આવે છે.
એક તરફ ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ મૂકવા માટે ગાઈડલાઈનો બહાર પાડવા છતાં નિયમોની અવગણના કરી ભકિતના નામે બચાવ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ નદીઓ-તળાઓમાં વધી રહેલી ગંદકીથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે વડોદરા ના જાગૃત નાગરિકો દ્વારા શ્રીજી ને ચડાવેલ પૂજાપો ભેગો કરી VMC ને ખાતર બનાવવા આપવામાં આવે છે.
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ એ આવા સમાજ સેવાના અને દેશ હિત ના કામ માં હંમેશા પોતાનું યોગદાન આપ્યું છે.
આ નવતર પ્રયોગ કરી નદી-તળાવના પ્રદૂષણને રોકવાનો પ્રયોગ હાથ ધર્યો છે કે ગણેશ મહોત્સવના 10 દિવસની પૂજા દરમિયાન ચઢાવવામાં આવેલા ફૂલો તથા પુજાપાને નદી-તળાવમાં નહી નાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે,
વધુ માં ટ્રસ્ટ ના આગેવાન એવા મુકેશસિંહ રાજપુત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારા યુવાનો ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જાગૃત નાગરિકો દ્વારા આખા વડોદરા શહેર અને આજુ બાજુ ના ગામડા તેમજ તાલુકા માથી યુવાનો આ અભિયાન મા જોડાઈ રહ્યા છે અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે તે બદલ સૌવ કાર્યકરતા નો કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન તરફ થી હું અભિનંદન પાઠવું છું.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)