નંદેસરી GIDC ને જોડતો મીની નદી બ્રિજ જર્જરિત હાલત માં સાથે સાથે રોડ પર મોત ના ખાડા પડયા,
નંદેસરી GIDC ને જોડતો મીની નદી બ્રિજ જર્જરિત હાલત માં સાથે સાથે રોડ પર મોત ના ખાડા પડયા,
નંદેસરી એસ્ટેટ માં 300 થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે, આ તમામ ઉદ્યોગો ના કર્મચારીઓ ની અવર જવર અને ટ્રાસ્પોર્ટેશન માટે આ બ્રિજ નો ઉપયોગ કરે છે, વધુ માં આ જર્જરિત બ્રિજ નો ઉપયોગ વડોદરા શહેર જવા માટે નંદેશરી, રૂપાપુર, ફાજલપુર, રઢીયાપુરા, દામાપુરા, ચામુંડાનગર,સિંહાકુઈ જેવા અનેક ગામડાંઓ આ રસ્તે થી આ બ્રિજ નો ઉપયોગ કરે છે,
વડોદરા શહેર તરફ થી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં જવા માટે એકજ રસ્તો છે , અને હાલ માં આ રસ્તા ઉપર આવે મીની નદી ના બ્રિજ પાસે રોડ ઉપર એક મોટો ખાડો પડી ગયેલ છે, વર્ષો જૂનો બ્રિજ બિસ્માર હાલત માં છે ,આશરે 2 વર્ષ અગાવ નંદેશરી એસ્ટેટ દ્વારા મીની નદી ના બ્રિજ ને ખાલી પાટાપિંડી કરી તેને સજાવી ને ખાલી છોડી દેવામાં આવેલ છે,
આ બ્રિજ જર્જરિત હાલત માં છે અને રોડ ઉપર મસમોટો ખાડો પડી ગયો છે. હાલ ચોમાસાની ઋતુ હોય વરસાદી પાણીના કારણે આ ખાડો મોટો થઈ ગયો છે. અને તેમાં પાણી ભરાઈ રહે છે. જેમાં કેટલાય વહનો બાઇકચાલક ફસડાઈ પડે છે.
આ બ્રિજ અને ખાડાનું જો મરામત કરવામાં નહિ આવે તો કોઈ વાહનચાલકને યમલોકના દ્વારે પહોંચી જતા વાર નહિ લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
વધુ માં આ બ્રિજ સિંગલ લેન સાંકડો હોવાથી સ્થાનિકો ને અવરજવર માટે ખુબજ તકલીફો નો સામનો કરવો પડે છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)