ગુજરાતદેશ દુનિયા

વડોદરા માં PUC પ્રમાણપત્ર માટે લાંબી કતાર લાગી,

વડોદરા માં PUC પ્રમાણપત્ર માટે લાંબી કતાર લાગી,

વાહન અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ધરખમ દંડ વસૂલ કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નવો કાયદો અમલમાં આવે તે પહેલાં વાહનનું PUC કઢાવવા માટે વડોદરામાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

વડોદરામાં ઉંડેરા પેટ્રોલ પમ્પ ઉપર PUC પ્રમાણપત્ર માટે વાહન ચાલકોની લાંબી લાઇનો જોવા મળી ,વાહનચાલકો તેમના વાહનોના પીયુસી પ્રમાણપત્ર મેળવી રહ્યા હતા જેથી આગામી 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ ટ્રાફિકના નિયમો અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહીથી બચી શકાય

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોટર વ્હિકલ એક્ટના સુઘારા સાથેના નિયમો અને દંડની રકમ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે (Gujarat Government) સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં ટ્રાફિકના નિયમોના (traffic rules) ભંગ બદલ દંડાત્મક કાર્યવાહીની જાહેરાતના પગલે વાહન ચાલકો દંડ અને કાર્યવાહીથી બચવા સતર્ક થઇ ગયા છે. લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસી પ્રમાણપત્ર પણ વાહન ચાલકે મેળવી સાથે રાખવું જરૂરી છે.
ત્યારે આજે વડોદરામાં (vadodara) પીયુસી સેન્ટરો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી, ઉંડેરા પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ ના પિયુસી (PUC) સેન્ટર પર લાંબી કતાર માં વાહનચાલકો દ્વારા પિયુસી (PUC) પ્રમાણપત્ર કઢાવવા લાંબી કતાર જોવા મળી,
વાહનચાલકો તેમના વાહનોના પીયુસી પ્રમાણપત્ર મેળવી રહ્યા હતા જેથી આગામી 16મી સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ ટ્રાફિકના નિયમો અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહીથી બચી શકાય. હાલ સમગ્ર રાજ્ય માં વાહનચાલકો દ્વારા પિયુસી પ્રમાણપત્ર મેળવાઈ રહ્યું છે,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button