વડોદરા પાસે જરોદના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 35 ઝડપાયા, 25.47 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા પાસે જરોદના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 35 ઝડપાયા, 25.47 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે આવેલા જરોદ સ્થિત ફાર્મ હાઉસમાં રેડ પાડીને દારૂની પાર્ટી કરતા 35 આરોપીઓને વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યા છે. અને દારૂ, વાહનો, મોબાઇલો મળીને કુલ 25.47 લાખનો મદ્દામાલ જપ્ત કર્યો છે. અને તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. અને ફાર્મહાઉસ માલિકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ફાર્મહાઉસ કોર્ડન કરીને રેડ પાડી
વાઘોડિયા પોલીસને બાતમી મળી હતી કે, જરોદ ગામની સીમમાં આવેલા રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલના જયદીપ ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે ફાર્મહાઉસને ચારેય બાજુથી કોર્ડન કરી દીધુ હતું અને ત્યારબાદ પોલીસે ફાર્મહાઉસમાં રેડ પાડી હતી. આ દરમિયાન દારૂની પાર્ટી કરતા 35 આરોપીઓને ઝડપાઇ ગયા હતા. પોલીસે દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત 26 મોબાઇલ, 7 કાર, 4 બાઇક જપ્ત કરી હતી.
દારૂની મહેફિલમાંથી પકડાયેલા આરોપીઓના નામ
દીપક ઉર્ફે વાઘો વિજયભાઇ જયસ્વાલ, પ્રિયાક જતીનભાઇ પટેલ, ધીરજ રમેશભાઇ પટેલ, ભરત ઘનશ્યામભાઇ પટેલ, ચંદ્રકાન્ત હેમંતભાઇ પરમાર, રવિસિંહ અજીતસિંહ પરમાર, કાળુભાઇ માનસિંગભાઇ રાઠોડ, નગીનભાઇ મોહનભાઇ ભાલીટા, કેયુરભાઇ વિનુભાઇ પટેલ, કિરણ રમેશભાઇ પટેલ, અમિત વરેચંદ્ર વણકર, આદિત્ય યોગેશભાઇ સોની, જલદીપ પ્રવિણભાઇ પટેલ, વિજય બલદેવભાઇ પટેલ, મેહુલ લવજીભાઇ ધામેલીયા, ભોગીલાલ બાબુભાઇ પટેલ, ધીરેન રમણભાઇ પટેલ, કૃણાલ જતીનભાઇ વટવા, મિલન અશોકભાઇ પાટીલ, ચિરાગ જયેન્દ્રભાઇ ટ્રેલર, વૈભવ અરવિંદભાઇ જોષી, હેમંત જયંતિભાઇ ભાવસાર, હેમંત રમેશકુમાર શર્મા, વિવેક બદ્રીપ્રસાદ ભાટીયા, તુષાર રમણભાઇ બ્રહ્મભટ્ટ, ગૌરાંગ રજનીકાંત ઠક્કર, જનકકુમાર જનજીવનભાઇ પટેલ, મીતુલ કનુભાઇ પટેલ, ભાવીન ઘનશ્યામભાઇ પટેલ, પ્રશાંતસેન સંતોષસેન સેન, અમિત સત્યનારાયણ સાપરે, સન્ની રાજુભાઇ પટેલ, ભરત ચંદુભાઇ પટેલ, મુકેશ કરશનભાઇ રોહીત, જીગ્નેશ જીતીનભાઇ પટેલ, રજનીકાંત અમૃતભાઇ જયસ્વાલ.