નંદેશરી GIDC મા આવેલા NECL દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું
આજ રોજ નંદેશરી GIDC મા આવેલા NECL દ્વારા કેમિકલ યુક્ત પાણી ગટર માં છોડવામાં આવ્યું,
સોલ્લીડ સ્લજ વેસ્ટ ના નામે કૌભાંડ??
નંદેસરી GIDC અનેક કેમિકલ યુક્ત કંપનીઓ આવેલ છે,
તેમાંની ઘણી કંપનીઓ દ્વારા બેફામ કેમિકલ યુક્ત પાણી સિધુ ગટરો માં છોડી દેવાની ઘટનાઓ ભૂતકાળ માં પ્રકાશિત થયેલ છે,
નંદેસરી GIDC માં કંપનીઓ દ્વારા વેસ્ટ કેમિકલ પાણી ની ટ્રીટમેન્ટ માટે CETP માં મોકલી આપવામાં આવે છે, આ CETP ની દેખરેખ NECL દ્વારા રાખવામાં આવે છે, CETP ના NECL દ્વારા વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ કરી વેસ્ટ સ્લજ ઘન કચરો જે જગ્યા એ ભેગો કરવામાં આવે છે તે સ્લજ નું કેમિકલ યુક્ત પાણી સીધુ ગટર માં થઈ મીની નદી જતું રહે છે,
આ સાથે સાથે તે લાઇન માં આવતી ઘણી કંપનીઓ આનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં ખૂબ રસ ધરાવી રહી છે, અને હજારો લીટર કેમિકલ યુક્ત પણી મીની નદી માં છોડી રહ્યા છે,
શુ GPCB સાથે મળીને નંદેસરી એસોસિયેશન આ કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે ??
શુ NGT કોર્ટ દ્વારા વડોદરા ને પ્રદુષિત ક્રિટિકલ જાહેર કર્યું એના માટે NECL અને બીજા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો જવાબદાર??
NECL દ્રારા ખુલ્લેઆમ ઝેરી કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડવા માં આવ્યુ , નંદેસરી અધોગિક એકમ દ્રારા કરવા માં આવે છે બેરોકટોક આ કામ, તંત્ર નાં વાંકે હજારો ગ્રામ જનો પરેશાન, નંદેસરી એનવાયરોમેન્ટ કંટ્રોલ લિમિટેડ નાં નામે કરાઈ રહ્યુ છે સમગ્ર કૌભાંડ,
સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે કૌભાંડ કરવા માં કોનો હાથ…?
1,48,852 ચોરસ મીટર નાં વિસ્તાર માં પથરાયેલું છે સમગ્ર કૌભાંડ નું સામ્રાજ્ય ,
સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ નાં નામે કૌભાંડ આચરનાર લોકો દ્વારા નંદેસરી,રઢિયાપુરા,દામાપુરા,રામપુરા,અનગઢ,રૂપાપુરા નાં ગ્રામજનો નાં સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે,
વારંવાર ની ઉગ્ર રજૂઆતો છતા અધિકારી ઓ નાં કાન બહેરા અને આખો આંધળી થઈ ગઇ હોય તેવું લાગી આવે છે,
વધુ માં ભૂતકાળ માં નંદેસરી એસોસીયેશન ને પૂછતાં જણાવેલ કે આ કેમિકલ વેસ્ટ સ્લજ અમે સિમેન્ટ બનાવવા નિકાલ કરવાના છે, તો સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી કેમ કેમિકલ વેસ્ટ સ્લજ નો નિકાલ કરવામાં આવ્યો નથી??
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)