વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો નો ભોગ બનેલા લોકો માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું,
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વ્યાજખોરો નો ભોગ બનેલા લોકો માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું,
વડોદરા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત અને સંયુક્ત પોલીસ કમિશનર કેશરીસિંહ ભાટી દ્વારા છાણી કુમકુમ પાર્ટી પ્લોટ માં વ્યાજખોરોના ત્રાસથી પરેશાન, ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનો અને શહેરીજનો ના પરિવાર માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે DCP દિપક મેઘાણી એ જણાવ્યું હતું કે વડોદરા પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા જળવાય રહે તેના માટે ગુણખોરી ને ડામવા સતત પ્રયત્નશીલ છે,
25/09/2019 ના રોજ આ લોકદરબારમાં વ્યાજખોરોનો ભોગ બનતા પરિવારજનો એ પોતાની આપવીતી વડોદરા પોલીસ સમક્ષ વર્ણવી હતી. આ લોકદરબારમાં વડોદરા ના 7 પોલીસ સ્ટેશન વિસ્તાર ના ભોગ બનેલા અરજદારો આવ્યા હતા, અને પોતાના પ્રશ્નો વડોદરા શહેર પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. આ લોકદરબાર માં નંદેશરી પોલીસસ્ટેશન,જવાહરનગર પો.સ્ટે , ગોરવા પો.સ્ટે , લક્ષ્મીપુરા પો.સ્ટે, છાણી પો.સ્ટે , સયાજીગંજ પો.સ્ટે , ફતેહગંજ પો.સ્ટે વિસ્તાર ના વ્યાજખોરો ના ભોગ બનેલા લોકો આવ્યા હતા,
વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને શહેરમાં અસામાજીક તત્વો તેમજ વ્યાજખોરોને ડામવા માટે શહેર પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. આ લોક દરબારમાં વડોદરા શહેર ના 7 પોલીસ સ્ટેશનના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા અને તાત્કાલિક ફરિયાદ લેવા સૂચના પણ આપવામાં આવી હતી.
7 પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી આવેલા અરજદારોએ તેમના પર થતો વ્યાજખોરોનો ત્રાસ અને જમીન,દુકાન,મકાન પર દબાણ જેવા વગેરે પ્રશ્નો પોલીસ અધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, વડોદરા શહેર 7 પોલીસ સ્ટેશન દ્વારા 17 ફરિયાદો તાત્કાલિક નોંધવામાં આવી હતી, આશરે 17 જેટલા વ્યાજખોરો નો ભોગ બનેલા લોકો ની ફરિયાદ લેવામાં આવી હતી , અને પોલીસ દ્વારા જણાવેલ કે કોઈ અસામાજિક તત્વો અને કોઈ વ્યાજખોરો હેરાનહતી કરતા હોય તો તાત્કાલિક જેતે વિસ્તાર ના પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધવો,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)