વડોદરા સ્માર્ટ સીટી ના સ્માર્ટ પ્રજાસેવકો માત્ર Iphone હોય તોજ પ્રજાની સેવા કરી શકે?
વડોદરા સ્માર્ટ સીટી ના સ્માર્ટ પ્રજાસેવકો માત્ર Iphone હોય તોજ પ્રજાની સેવા કરી શકે?
વડોદરા માં કોર્પોરેશનના સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ પાસે જો મોંઘાદાટ આઈ ફોન ના હોય, તો કદાચ તેઓ વડોદરાની પ્રજાની સેવા કરી શકતા નથી. તેથી જ સત્તાધારી પક્ષ ભાજપના મેયર – ડે. મેયર તેમજ કોંગ્રેસના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) માટે પ્રજાના પૈસે મોંઘાદાટ આઈ-ફોન ખરીદવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, બે વર્ષ અગાઉ 82 હજારનો આઈ ફોન પરત કરીને વિપક્ષી નેતા માટે 1 લાખ 24 હજારની કિંમતનો નવો આઈફોન ખરીદવામાં આવ્યો છે.
વધુ માં એક તરફ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે ત્યારે બીજી તરફ વહિવટી વિભાગમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિત કુલ 7 ઉચ્ચ અધિકારીઓ માટે એક લાખ રૂપિયાનો એપલ કંપનીનો મોંઘોદાટ આઈ ફોન ખરીદાયો છે. આ ઉપરાંત, શાસક પક્ષના મેયર, ડેપ્યુટી મેયર પાસે અને વિપક્ષી નેતા મોંઘા આઈ ફોન વાપરી રહ્યાં છે. એમાંય વિપક્ષી નેતા માટે તો બે મહિના અગાઉ જ 1,24,900 રૂપિયાનો નવો આઈફોન ખરીદવામાં આવ્યો છે.
વડોદરા ના મેયર જીગીશાબેન શેઠ ને Iphone વિસે મીડિયા કર્મીઓ દવારા સવાલ પૂછતાં રમુજી જવાબ આપતા જણાવેલ કે Iphone હોય તો સરળતાથી ફોટો વોટ્સએપ કરી શકાય છે,
કોના માટે ક્યારે ફોન ખરીદાયો?
તા:- 06/09/2019
Iphone 7+ ચંદ્રકાંત શ્રીવાસ્તવ 82000/-
તા:- 14/02/2018
IPHONE X 64 GB ડો. જીગીષાબહેન શેઠ (સ્થા. અધ્યક્ષ) 89000/-
તા:- 17/07/2018
IPHONE X 256 GB જીવરાજ ચૌહાણ (ડે. મેયર) 1,01,080/-
તા:-03/07/2019
XS Max 256 GB ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુભાઈ) 1,24,900/-
ગુજરાત સરકારના મંત્રીઓને રૂ. 25 થી 30 હજારના મોબાઈલ અપાય છે. ત્યારે કોર્પોરેશનના હોદ્દેદારો માટે લાખ લાખ રૂપિયાના મોબાઈલ ખરીદીને પ્રજાના નાણાં વેડફવામાં આવી રહ્યાં છે.
મોંઘો સ્માર્ટ ફોન વાપરનારાઓમાં નૈતિકતા હોય તો ફોનના તમામ ફિચર્સનો ઉપયોગ કરી બતાવે. 15થી 25 હજારના એન્ડ્રોઈડ ફોનના તમામ ફિચર્સનો પુરતો ઉપયોગ કરવાની લોકોને ખબર નથી હોતી. ઘણાં નેતાઓ ઇ-મેઇલ કરવા કે સામાન્ય પોસ્ટ કરવા માટે પણ માણસ રાખતાં હોય છે. ત્યારે માત્ર ફોટોગ્રાફ્સ લેવા, વોટ્સએપ – ફેસબુકનો ઉપયોગ કરવા માટે આવા મોંઘાદાટ આઈ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને જો ખરેખર આ પ્રજાસેવકોમાં નૈતિકતા હોય તો તેઓએ પ્રજાની સામે આવી આઈ ફોનની આવશ્યકતા અંગે નક્કર મુદ્દા રજૂ કરવા જોઈએ. અને ખાસ તો આઈ ફોનના તમામ ફિચર્સનો ઉપયોગ કરી બતાવી, તેના થકી સ્માર્ટલી કેવી રીતે જનસેવા થાય તે સમજાવવું જોઈએ.
કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને લોકસેવકો પ્રજાના પૈસે મોંઘાદાટ સ્માર્ટ ફોન ખરીદે છે. પરંતુ, બીજી તરફ પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓને માત્ર સિમ કાર્ડ આપવામાં આવે છે. જેનો ઉપયોગ અધિકારીઓ પોતાના મોબાઈલ ફોનમાં કરવાનો હોય છે.
વધુમાં અનેક સામાજિક કાર્યકર્તાઓ સાથે થી જાણવા મળેલ કે વડોદરા માં ભાજપ કોંગ્રેસ માં સમજોતા એક્સપ્રેસ ચાલી રહ્યું હોય તેવું નગરજનો માં ચર્ચા એ જોર પકડ્યું છે!,
નૈતિક સમાચાર(NS NEWS)