ગુજરાતમનોરંજન

પિતાની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે સની ઉત્સુક

બોલિવુડ ફિલ્મોના એક્શન સ્ટાર સની દેઓલ પુત્ર કરણને લઇને ભારે આશાવાદી છે. કરણની કેરિયરની પ્રથમ ફિલ્મ પલ પલ દિલ કે પાસ હાલમાં રજૂ કરવામાં આવી હતી. કરણ શાનજદાર કેરિયરને લઇને આશાવાદી છે. સની દેઓલ ફિલ્મ નિર્માણમાં કુદી ચુક્યો છે. તે હવે પિતા ધર્મેન્દ્ર પર બાયોપિક ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે સની દેઓલ પણ કામ કરવાની યોજના ધરાવે છે. જા કે હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ બનાવવાની યોજના છે. વિતેલા વર્ષોના સદાબહાર અભિનેતા ધર્મેન્દ્ર પર ફિલ્મ બનાવવાની તૈયારી સની દેઓલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સ્ટાર અભિનેતા સની દેઓલનું કહેવું છે કે, અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતો સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે. ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઓમાં ધર્મેન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યÂક્ત ધર્મેન્દ્રના સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતોને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે. રિસર્ચને લઇને કોઇ સમસ્યા નથી પરંતુ તેના પિતા પટકથાને લઇને વધુ વિગત નજીકના અંતરથી આપે તેના આધાર ઉપર જ શાનદાર ફિલ્મ બની શકશે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ભૂમિકા કોણ કરશે તેને લઇને પુછવામાં આવતા સની દેઓલે કોઇ સ્પષ્ટપણે વાત કરી નથી પરંતુ સની દેઓલનું કહેવું છે કે, ફિલ્મમાં તે ભૂમિકા અદા કરી શકે છે.આ ઉપરાંત તેનો પુત્ર પણ આ ભૂમિકા અદા કરી શકે છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button