તહેવારોને લઇને પાંચ વિશેષ ટ્રેન સાથે ૭ ટ્રેનમાં વધારાના કોચ
મુસાફરોની સુગમતાને ધ્યાનમાં રાખી નિર્ણયતહેવારોને લઇને પાંચ વિશેષ ટ્રેન :૭ ટ્રેનમાં વધારાના કોચ
દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન અમદાવાદથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ભારતમાં જતી વિવિધ ટ્રેનોમાં તેમજ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી ટ્રેનોમાં વધારાના થ્રી ટિયર એસી કોચ, સ્લીપર કોચ જોડવામાં આવશે. ઉપરાંત મુસાફરોની સુગમતાને ધ્યાનમાં લઇ વધારાની પાંચ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. તહેવારોની સીઝનને લઈ ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે તંત્રના નિર્ણયને લઇ મુસાફરોને દિવાળીના તહેવારો દરમ્યાન રાહત મળશે. દિવાળીના આગામી તહેવારોને લઇ અત્યારથી જ વિવિધ ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ અને વેઇટીંગની સમસ્યા યથાવત્ રહી છે. તહેવારોના કારણે અત્યારથી મુસાફરો અને યાત્રિકોનો જબરદસ્ત ધસારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે પશ્ચિમ રેલ્વેના સત્તાધીશો મુસાફરોની સુવિધા અને સુગમતા માટે વધારાની પાંચ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે., જેમાં બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી, અમદાવાદ-સ્ય્જી ચેન્નાઈ સેન્ટ્રલ, રાજકોટ-નાગપુર, હાપા-સાંત્રાગાંછી અને હઝરત નિઝામુદ્દીન-પૂણે ટ્રેનનો સમાવેશ થાય છે. વધારાની આ પાંચ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાના કારણે આ રૂટના મુસાફરોની રાહત વધશે. આ સિવાય ૩૦ જેટલી ટ્રેનોમાં વધારાના થ્રી ટિયર એસી કોચ અને સ્લીપર કોચ જાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદથી લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, સુલ્તાનપુર, પટના, વૈષ્ણોદેવી જતી ટ્રેનોમાં
બાન્દ્રા ટર્મિનસથી ભાવનગર, ભૂજ, દિલ્હી સરાય રોહિલ્લા, જમ્મુતાવી જતી ટ્રેનોમાં
દાદર-ભૂજ, સયાજી નગરી તવી એક્સપ્રેસ, પોરબંદર-હાવડા એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી, ઓખા-તૂતોકોરીન વિવેક એક્સપ્રેસ, ઓખા-વારાણસી, ઓખા-જયપુર, પોરબંદર-સાંત્રાગાંછી જતી ટ્રેનોમાં
પોરબંદરથી સિકંદરાબાદ, મુઝફ્ફરપુરા અને દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેનોમાં
જામનગર-તિરૂનેલવેલ્લી, હાપા-મડગાંવ, ગાંધીધામ-પુરી, સુરત-મહુવા, અને વલસાડ-જોધપુર ટ્રેનોમાં
નૈતિક સમાચાર (NS NEWS)