ગુજરાત

સ્વચ્છતા ની વાતો ખાલી પેપર પર, સમાં તળાવ માં કચરાનું સામ્રાજ્ય સર્જાયું

સ્વચ્છતા ની વાતો ખાલી પેપર પર, સમાં તળાવ માં કચરાનું સામ્રાજ્ય સર્જાયું,

વડોદરા ના સમાં તળાવ માં થયેલા ગણેશ વિસર્જન બાદ હવે ત્યાં ગંદકીના ઢગ ખડકાયા છે અને આસ્થાનું અપમાન થતુ હોય તેવા દ્રશ્યો સમાં તળાવ માં જોવા મળી રહ્યા છે.
ગણેશ વિસર્જન સમયે પ્લાસ્ટિક ઓફ પેરિસ ની પ્રતિમા પૂજાપો અને ફુલ-નાળીચેર સહિતના ધાર્મિક વસ્તુઓ તળાવ માં ઠાલવવામાં આવી છે.

પૂજાની વસ્તુઓને કારણે તળાવ પ્રદુષિત થયુ છે, તળાવ ના સુંદરતાને ડાઘ લાગ્યો છે.
કુત્રિમ તળાવ બનાવ્યા છતાં કુદરતી તળાવ પ્રદુષિત થયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કચરાના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે.

સ્માર્ટ સીટી અને સ્વચ્છતા ની વાતો ખાલી પેપર પર દેખાઈ આવે છે પણ હકીકત તો કંઈક આવી છે,

તળાવ નજીક રહેતા સમાં ગામ ના સ્થાનિકો દુર્ઘન્ધ થી પરેશાન, વોર્ડ 2 ના કોઈ કોર્પોરેટર ને શુ ગંદકી નું સામ્રાજ્ય દેખાઈ નથી રહ્યું એવું લાગી આવે છે!!!

વધુ માં તળાવ ની બાજુમાં જ એક મોટી સ્કૂલ આવેલ આ સ્કૂલ માં કેટલાય બાળકો અભ્યાસ કરી રહ્યા છે, આ સ્કૂલ ના બાળકો ને પણ દુર્ઘન્ધ નો સામનો કરવો પડે છે એવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું,

જો સમાં તળાવ વહેલું સ્વચ્છ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળશે !
આ તળાવ ન પ્રદુષણ થી સમાં ગામ ના રહેવાસી અને સ્કૂલ ના બાળકો ના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા!

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button