ગુજરાત

અમદાવાદના રાણીપ ST બસ સ્ટેન્ડ પાસે BRTS ના સાઈનબોર્ડના થાંભલા સાથે કાર ટકરાઈ, 4 ઈજાગ્રસ્ત

અમદાવાદના રાણીપ ST બસ સ્ટેન્ડ પાસે BRTS ના સાઈનબોર્ડના થાંભલા સાથે કાર ટકરાઈ, 4 ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરના સુભાષબ્રીજથી અખબારનગર જતા રાણીપ બસસ્ટેન્ડ પાસે બીઆરટીએસ કોરિડોરના ડિવાઈડર અને હોર્ડિંગના થાંભલાને કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનું બોનેટ દબાઈ ગયું હતું. અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક જ પરિવાર ,બીઆરટીએસ કોરીડોરના સાઈન બોર્ડના થાંભલાને GJ 01 HX 6591 નંબરની હ્યુન્ડાઈ કાર અથડાઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. અમૃત પટેલ, પ્રાચી,જયશ્રી અને યશને ઈજાઓ પહોંચતા સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button