દારૂ બિયર નો જથ્થો ભરેલી ગાડીએ એક મોટરસાઇકલ ચાલક ને ટક્કર મારી,
દારૂ બિયર નો જથ્થો ભરેલી ગાડીએ એક મોટરસાઇકલ ચાલક ને ટક્કર મારી,
માહિતી આધારે રાજસ્થાન તરફ થી આ ગાડી દારૂબિયર ભરીને આવતી હતી, એસમયે સંતરામપુર ના ગોધર ગામે એક મોટરસાઇકલ ચાલક ને પુરઝડપે આવતી ગાડી એ ટક્કર મારી હતી, અકસ્માત બનાવે સ્થાનિકો ને ભેગા થતા જોઈ ગાડી ચાલાક અને તેની સાથેનો ઈસમ ભાગી છૂટ્યા હતા,
આ અકસ્માત પગલે સ્થાનિક મોટરસાઇકલ ચાલક ગંભીર રીતે ઘવાયો હતો,તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો,
સ્થાનિકો દ્વારા ગાડી ને જોતા ગાડી ની અંદર થી દારૂ બિયર નો ખૂબ મોટી સંખ્યા માં જથ્થો જોવા મળ્યો હતો, આ ગાડી અમદાવાદ પાર્સિંગ ની અને તેનો નમ્બર GJ01KG0896 હતો, સંતરામપુર પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી, સંતરામપુર પોલીસ દ્રારા આ દારૂ બિયર નો જથ્થો ભરેલ ગાડી ને પોલીસ સ્ટેશન લઈ જવાય હતી,
પોલીસે જપ્ત કરેલ દારૂ બિયર ના જથ્થા માં192 નંગ બિયર જેના 18624/- રૂપિયા, 384 નંગ કોટર જેના 36096/- રૂપિયા, એક વોકસવેગન પોલો ગાડી જેની કિંમત 6 લાખ રૂપિયા એમ પોલીસે ટોટલ 654720/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી, આરોપીઓ ને શોધવા કાર્યવાહી હાથ ધરી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)