પ્રેમિકા સાથે બેવફાઇ અપરાધ નથી કોર્ટનુ મહત્વપૂર્ણ તારણ ! કોર્ટના ચુકાદાની દુરગામી અસર રહેવાના સંકેતો
પ્રેમિકા સાથે બેવફાઇ અપરાધ નથી કોર્ટનુ મહત્વપૂર્ણ તારણ ! કોર્ટના ચુકાદાની દુરગામી અસર રહેવાના સંકેતો
હાઇકોર્ટે કહ્યુ છે કે શારરિક સંબંધો છતાં પ્રેમિકા સાથે બેવફાઇ કેટલી પણ ખરાબ બાબત કેમ ન લાગે પરંતુ તે અપરાધ નથી. કોર્ટે કહ્યુ છે કે યૌન સહમતિ પર નાનો અર્થ નાથી આગળ નિકળીને હવે હાનો અર્થ હા સુધી વ્યાપક રીતે માનનીય છે. કોર્ટે આ ચુકાદો દુષ્કર્મના એક મામલામાં એક વ્યક્તિને નિર્દોષ છોડી મુકવાના ચુકાદા વેળા આપ્યો હતો. કોર્ટે કેટલાક ઉપયોગી તારણ પણ રજૂ કર્યા હતા. કોર્ટે કેટલીક સાફ વાતો પણ રજૂ કરી હતી. મહિલાએ વ્યક્તિની સામે દુષ્કર્મનો મામલો દાખલ કરાવ્યો હતો. મહિલાના કહેવા મુજબ વ્યક્તિએ લગ્ન કરવાનુ વચન આપ્યુ હતુ. કોર્ટે પોલીસની અપીલને ફગાવી દેતા કહ્યુ હતુ કે આ વ્યક્તિને નીચલી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાના ચુકાદામાં કોઇ ખામી નથી. બે પુખ્ય પારસ્પરિક સહમતિ સાથે શારરિક સંબંધ બનાવે છે તો તે અપરાધ નથી. હાઇકોર્ટે કહ્યુ હતુ કે મહિલાએ લગ્નના વચનનો શારરિક સંબંધ બનાવવા માટેના આરોપોનો ઉપયોગ કરવા માટે કર્યો છે. આરોપી સાથે શારરિક સંબંધ બનાવવા માટે આક્ષેપોને યોગ્ય ઠેરવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા બાદ પણ પોતાના આચરણને યોગ્ય ઠેરવી દેવા માટે આક્ષેપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આંતરિક મેડિકલ તપાસ કરવા માટેનો પણ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. જસ્ટીસ વિભુ ભાખરુએ કહ્યુ છે કે જ્યાં સુધી શારરિક સંબંધ બનાવવા માટેના આરોપોની વાત છે વર્ષ ૧૯૯૦ના દશકમાં શરૂ કરવામાં આવેલા અભિયાન ના એટલે ના માં એક વૈશ્વિક સ્વીકાર્ય નિયમ પણ છે.
બે પુખ્ત પારસ્પરિક સહમતિ સાથે શારરિક સંબંધ બનાવે છે તો અપરાધ નથી દિલ્હી હાઇકાર્ટ દ્વારા તારણ અપાયુ.
નૈતિક સમાચાર (NS NEWS)