ગુજરાત

ધંધુકા-બરવાળા રોડ પર ગોજારો અકસ્માત ,એજક પરિવાર ના ચારના મોત, ભોગ બનનારો પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દેવના દર્શન અર્થે જઇ રહ્યો હતો

ધંધુકા-બરવાળા રોડ પર ગોજારો અકસ્માત ,એજક પરિવાર ના ચારના મોત, ભોગ બનનારો પરિવાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દેવના દર્શન અર્થે જઇ રહ્યો હતો ત્યારે સર્જાયેલો અકસ્માત કાર ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત થયો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બરવાળા રોડ પર તગડી ગામ પાસે ટ્રકની પાછળ આઇ ૧૦ કાર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત ચાર જણાંના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એકને સારવાર અર્થે ધંધૂકા RMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એકસાથે ચાર જણાંના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદથી અમરેલી તરફ જઇ રહેલી ટ્રક(જીજે ૩૨ T ૭૪૩૭) પંક્ચર પડતાં રોડની સાઈડમાં ઉભી રહી હતી. ત્યારે સુરતથી સાળંગપુર જઇ રહેલી કાર(જીજે ૫ જેઆર ૨૫૨૬)ના ચાલકને ઉભેલી ટ્રક નહી દેખાતા કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે બહુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગા ભાઇઓ અને તેમની પત્નીઓ એમ ચારેય જણાંના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. જયારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ થતાં પહેલાં ધંધૂકા રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પરિવાર સુરતથી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શનાર્થે જઇ રહ્યો હતો અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં સુરેશભાઈ વ્રજલાલ બુટાણી, કાંતિભાઈ વ્રજલાલ બુટાણી, પ્રવિણાબહેન કાંતિભાઈ બુટાણી અને રેખાબહેન સુરેશભાઈ બુટાણીનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં યશ કાંતિભાઈ બુટાણીને ગંભીર ઇજાઓ થઇ હોવાથી અમદાવાદ રીફર કરાયો હતો. આ અકસ્માત વહેલી સવારે ૫ાંચ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. ટ્રક ઉભી રહેલી હોવાછતાં તેની સાઇડલાઇટો કે ડિપર લાઇટ ચાલુ રખાઇ નહી હોવાથી ઉપરોકત કારના ચાલકનું ધ્યાન ગયુ ન હતુ અને કાર ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button