જાહેરનામાં નો ભંગ કરી ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા ગેરકાયદેસર રણોલી બ્રિજ ઉપર થી હજારો કિલો વજનદાર જોબ કાઢવામાં આવ્યો,
જાહેરનામાં નો ભંગ કરી ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા ગેરકાયદેસર રણોલી બ્રિજ ઉપર થી હજારો કિલો વજનદાર જોબ હેવી કોમર્શિયલ લેલેન્ડ માં બ્રિજ ઉપરથી નીકાળવામાં આવ્યા,
વડોદરા ના રણોલી રેલવે બ્રિજ છેલ્લા ઘણા વર્ષો થી સમારકામ પર છે, બ્રિજ ની હાલત અત્યંત જર્જરિત હોવાથી વધુમાં બ્રિજ નીચેથી રેલેવે પ્રસાર થતી હોવાથી બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે બ્રિજ ની બંને બાજુ એ લોખન્ડ અને કોન્ક્રીટ ના વજનદાર બેરીકેટેડ બીમ્બ લગાવેલ છે ટોટલ 8 બિંબ લગાવેલ છે, જેથી ફક્ત ઓછા વજન ધરાવતા પ્રાઇવેટ વેહિકલ અને નાના કોમર્શિયલ વેહિકલ પ્રસાર કરી શકે એટલીજ જગ્યા રાખેલ હતી.
અને સાથે સાથે જ્યાં સુધી સંપૂર્ણ બ્રિજ તૈયાર ના થાય ત્યાં સુધી બ્રિજ ઉપર થી હેવી વજનદાર કોમર્શિયલ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવી જાહેનામુ બહાર પાડવામાં આવ્યું હતું, આ બ્રિજ માટે જાહેર નામું બહાર પાડ્યું હતું ,કે હેવી કોમર્શિયલ વાહન પસાર કરવા માટે પ્રતિબંધ છે,
માહિતી આધારે રણોલી સ્ટેશન પાસે આવેલ ઓરિયન્ટ મેનુફેક્ચર્સ કંપની દ્વારા બ્રિજ ના ઉપર બનાવેલ કોન્ક્રીટ લોખંડ ના બીમ ને બ્રિજ ના બંને તરફ થી આશરે થોડા દિવસ પહેલા રાત્રે આશરે 3 વાગ્યા ની આસપાસ હટાવી, ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા તેની કંપની માં બનેલ હેવી જોબ જે કોમર્શિયલ વેહિકલ સાથે આ બ્રિજ ઉપર થી પસાર કરી હાઇવે ઉપર કાઢવામાં આવ્યો હતો,સ્થાનિકો દ્વારા જાણવા માંડ્યું હતું કે આ હેવી જોબ જે કોમર્શિયલ વેહિકલ બ્રિજ પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે આખો જર્જરિત બ્રિજ ધ્રુજાર મારતો હતો ! કોઈ ની પણ જાન ની પરવાહ કર્યા વીના ગેરકાયદેસર આ ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા આ હજારો ટન વજનદાર જોબ જર્જરિત બ્રિજ ઉપરથી કાઢવામાં આવ્યો,
વધુમાં અમારા સ્થાનિક રિપોર્ટર દ્વારા “ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપનીના ચિરાગ પટેલ” સાથે વાત કરતા રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે આપને આ બ્રિજ ઉપરથી હેવી જોબ કાઢવાની પરમિશન કોને આપી છે ? અને આપ દવારા કોની કોની પરમિશન લીધેલ છે ? તો ચિરાગ પટેલ દ્વારા વળતા જવાબ માં એવું કહેવામાં આવેલ કે અમારે અમારી કંપની ના ગેટની બહાર જોબ નીકળે એટલે ટ્રાન્સપોર્ટર ની જવાબદારી રહે છે!
તો શું કંપની મેનેજમેન્ટ દ્વારા જોબ કંપની ના ગેટ ની બહાર નીકળે એટલે કોઈ જવાબદારી રહેતી નથી??
વધુમાં જો આવા મોટા જોબ કોઈ પણ કંપની ના નીકળતાહોય તો એના માટે પોલીસ, ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB) અને લાગતા-વળગતા અધિકારીઓ ની પરવાનગી લેવાની હોય છે ?
અનેક સવાલો ઉભા થાય છે શું સ્થાનિક આગેવાનો ની અને સ્થાનિક સત્તાધીશો ની મદદ થી આ ગેરકાયદેસર કાર્ય કરવામાં આવ્યું?
રનોલી બ્રિજ ઉપર રાખેલા લોખન્ડ અને કોન્ક્રીટ ના વજનદાર બેરીકેટેડ ને કોઈ ક્રેન થી ઉઠાવી મોટું હેવી વેહિકલ કાઢવા કમિશનર શ્રી ના જાહેરનામા નો ભંગ કરી ગેરકાયદેસરના કોઈ કંપની નું હેવી કોમર્શિયલ વેહિકલ કાઢવાની જાણ થતાં
PWD ના ડેપ્યુટી એન્જિનર વિકાસ મેકવાન એ જણાવ્યું હતું કે અમને આ વિષે માહિતી મળતા ની સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન માં આ વિષય માં અરજી આપવામાં આવી હતી , હવે જોવાનું એ રહે છે કે અરજી વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ??
વધુ માં આ બ્રિજ નું છેલ્લા કેટલાય વર્ષો થી કામ ની મર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં બ્રિજ નું કામ આશરે 80% જેટલું બાકી
સવાલ એ ઉભા થાય છે કે આ કોમર્શિયલ વેહિકલ અને આ હેવી જોબ કાઢવા માટે ની પરવાનગી ઓરિયન્ટલ કંપની ને કોને આપી કોના સાથસહકાર થી જર્જરિત થઈ રહેલા બ્રિજ ઉપર થી આ હેવી જોબ ભરેલ કોમર્શિયલ વેહિકલ કાઢવામાં આવ્યું
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)