પીએમસી કાંડ : આઘાતના લીધે સંજય ગુલાટીનુ મોત બેંકમાં ૯૦ લાખ રૂપિયા ફસાઇ ગયા હતા
પીએમસી કાંડ : આઘાતના લીધે સંજય ગુલાટીનુ મોત બેંકમાં ૯૦ લાખ રૂપિયા ફસાઇ ગયા હતા.
મુંબઇના નિવાસી સંજય ગુલાટીનુ એક પછી એક અનેક ફટકા પડ્યા બાદ તેમનુ મોત થયુ છે. પીએમસી કોંભાડ સપાટી પર આવ્યા બાદ તેમની મુશ્કેલી વધી ગઇ હતી. બેંકમાં તેમના ૯૦ લાખ રૂપિયા ફસાઇ ગયા હતા. તેમની સમસ્યા છેલ્લા થોડાક વર્ષોમાં સતત વધી ગઇ હતી. પહેલા તો તેમની જેટ એરવેઝમાંથી નોકરી જતી રહી હતી. ત્યારબાદ બચતના કારણે તેઓ પરિવારને જેમ તેમ ચલાવી રહ્યા હતા. આ ગાળા દરમિયાન પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ કોંભાડ સપાટી પર આવ્યુ હતુ. સંજય દ્વારા પણ પીએમસીમાં ૯૦ લાખ રૂપિયા જમા કરીને રાખ્યા હતા. કોંભાડની માહિતી મળતાની સાથે જ તેમની પરેશાની વધી ગઇ હતી. સંજય પોતે પણ ગઇકાલે સોમવારે વિરોધ રેલીમાં સામેલ થયા હતા. જ્યાં તેઓએ રોકાણકારોને રડતા જાયા હતા. લોકોને મુશ્કેલ સ્થિતિમાં જાઇને આવ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. થોડાક સમય બાદ તેમનુ મોત થયુ હતુ. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે હાર્ટ અટેકના કારણે તેમનુ મોત થયુ છે. સંજય ઓશિવારાના તારાપુર ગાર્ડન ખાતે રહેતા હતા. અ૬ે નોંધનીય છે કે પીએમસી કોંભાડના કારણે લોકો હમચી ઉઠ્યા છે. સંજય ગુલાટીના બેંકમાં ૯૦ લાખ રૂપિયા ફસાયેલા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. સોસાયટીના સેક્રેટરી યતીન્દ્ર પાલ કહે છે કે સંજય અને તેમના પિતા સીએલ ગુલાટી જેટમાં કામ કરતા હતા. પહેલા સંજયની નોકરી જતી રહી હતી. ત્યારબાદ તેમની બચત પણ ખતમ થઇ ગઇ હતી. સોમવારના દિવસે રોકાણકારોએ રેલી યોજી હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકો હેરાન પરેશાન દેખાયા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)